સોનૂ સૂદ ચલાવી રહ્યા હતા ટ્રેકટર, બાજુમાં આવીને બેસી ગઈ ફરાહ ખાન, નેહા કક્કડે કરી આવી કોમેન્ટ..

સોનૂ સૂદ ચલાવી રહ્યા હતા ટ્રેકટર, બાજુમાં આવીને બેસી ગઈ ફરાહ ખાન, નેહા કક્કડે કરી આવી કોમેન્ટ..

સોશ્યલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં બોલીવુડ સિતારાઓ તેમના વિચિત્ર પરાક્રમો ને લીધે ચર્ચાનો વિષય બની રહે છે. આમ તો બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ પણ આ યાદીમાં પાછળ રહી શકે તેમ નથી. હાલમાં તેઓને ગરીબોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. ગયા વર્ષે લોકડાઉન માં તેઓએ ઘણા ગરીબ લોકોની મદદ કરી હતી અને તેઓનો મદદનો કાર્યક્રમ હજુ પણ ચાલુ છે. સોનૂ સૂદ જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે અને તેઓ બાઈક, કાર અને ટ્રેકટર ચલાવતા સારી રીતે જાણે છે.

આ દિવસોમાં સોનૂ સુદનો ટ્રેકટર ચલાવતો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનુ સૂદ ખેતરની વચ્ચે ટ્રેકટર ચલાવતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં કોરીયોગ્રાફર ફરાહ ખાન પણ ટ્રેકટર પર બેસેલી દેખાઈ રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારેભરખમ ફરાહ ખાન સોનુની નજીક બેઠી છે અને આંખો પર કાળા ચશ્મા પહેર્યા છે.

ફરાહ અને સોનુની આ વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. તેમની આ વીડિયોને અત્યાર સુધી ઘણા લોકોએ જોઈ છે. આ વીડિયો ખુદ ફરાહ ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ વીડિયો શેર કરતી વખતે ફરાહે લખ્યું કે બધું જ પંજાબી છે…ચંદીગઢ.. સોનુ સૂદ… ટ્રેકટર… મારા દોસ્ત તારી સાથે શૂટિંગ કરવું એકદમ મજેદાર હોય છે. આ સાથે ફરાહ ખાને દેશી મ્યુઝિક ફેકટરી નામના એકાઉન્ટ ને પણ ટેગ કર્યું છે. જેના પરથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કોઈ મ્યુઝિક શૂટિંગ નો છે. જોકે તેની વાસ્તવિક ખબર સામે આવી નથી.

ટ્રેકટર પર સોનૂ સૂદ સાથે બેઠેલા ફરાહ ખાનની આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ વીડિયોને અત્યાર સુધી 44 હજાર લાઈક્સ મળી ચૂકી છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને વિવિધ કૉમેન્ટ કરી રહ્યા છે. જોકે સામાન્ય લોકોની સાથે સાથે મહશુર સિંગર નેહા કક્કડે પણ આ વીડિયો નીચે કોમેન્ટ કરી છે. તેણે કૉમેન્ટ કરતા યસ લખ્યું છે. જેના પરથી કહી શકાય કે તે પણ સહમતી બતાવી રહી છે કે સોનું સુદ સાથે કામ કરવું ખૂબ જ મજેદાર હોય છે. આ વીડિયોમાં નેહા ના ભાઈ ટોનીએ પણ કૉમેન્ટ કરી છે.

આ સાથે કેટલાક લોકો ફરાહ ને ટ્રોલ પણ કરી રહ્યા છે. જેમાં એક યુઝર્સે લખ્યું કે ફરાહ મેમ ટ્રેકટર ની એક બાજુ નહીં મિડલ માં બેસો… નહીંતર ટ્રેકટર એક બાજુ પલટી મારી દેશે. આ સાથે બીજી એક કમેન્ટ આવે છે કે સાજીદ ખાન સલવાર કુર્તી પહેરીને સોનૂ સૂદ સાથે શું કરી રહ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *