સોખડા મંદિર વિવાદ, બંને સંતો સાંસારિક જીવનમાં પરત આવશે!!!

- બાકરોલ ગયા બાદ પણ પ્રબોધ સ્વામી વિવાદમાં
- ભાગવત અને હરિદર્શન સ્વામીએ ભગવા કપડાં ત્યજી દીધા
- હવે બંને સંતો સાંસારિક જીવનમાં પરત આવશે
વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે બાકરોલ ગયા બાદ પણ પ્રબોધ સ્વામી વિવાદમાં આવ્યા છે. તેમાં હરિદર્શન સ્વામીએ ભગવા કપડાં ત્યજી દીધાની ચર્ચા છે. તેમજ ભાગવત સ્વામીએ પણ ભગવા કપડાં ત્યજતા હવે બંને સંતો સાંસારિક જીવનમાં પરત આવશે તેવી ચર્ચાએ વેગ પડક્યો છે.
ભગવા કપડાં ત્યજી દેવા મામલે ભક્તોમાં ચર્ચા
હરિધામ સોખડા મંદિર વિવાદમાં તપાસ વધુ તેજ બની છે. જેમાં પ્રેમ સ્વરૂપ અને ત્યાગ વલ્લભ સ્વામી સહિત નવની પૂછપરછ થશે. તથા બે સંતોના મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાનો આરોપ છે. તેમજ બે સેવકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુ હોવાનો આરોપ છે. તથા સત્સંગી સુરેશ પરના હુમલાના તાર પ્રવીણ વાઘેલા સુધી પહોંચ્યા છે.
હુમલાના બનાવમાં સુરત પોલીસ પ્રવીણ વાઘેલા સુધી પહોંચી
સુરત પોલીસે CDRનો ડેટા મેળવી નંબરોની ચકાસણી શરૂ કરી છે. જેમાં બે સંતોના મહિલા સાથે અફેર, સેક્સ્યુઅલ હેરેસમેન્ટના સેવકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમાં પ્રેમ સ્વરૂપ અને ત્યાગ વલ્લભ સ્વામી સહિત નવની પોલીસ પૂછપરછ કરશે. તથા સત્સંગી સુરેશ પર હુમલાના બનાવમાં સુરત પોલીસ પ્રવીણ વાઘેલા સુધી પહોંચી છે. તેમજ સુરત પોલીસે સીડીઆરનો ડેટા મેળવ્યો છે. તથા નંબરોની ચકાસણી શરૂ કરવામાં આવી છે.
બે સંતોના મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાનો આરોપ
સોખડા મંદિર સાથે માર્ચ-2022 સુધી સંકળાયેલા સુરત કામરેજના બે સેવકોએ કેટલાક સંતો અને સેક્રેટરી વિરુદ્વ સનસનીખેજ આક્ષેપ સાથે તાલુકા પોલીસ મથકમાં અરજી કરતાં ચકચાર મચી ગઈ છે. યુવકોએ આક્ષેપ કર્યો છે કે, બે સંતો મહિલાઓ સાથે અનૈતિક સબંધો ધરાવે છે. આ ઉપરાંત અનેક ગેરકાયદે પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેનો વિરોધ કરતાં યુવકોને મંદિરમાંથી કાઢી મુકાયા હતા. એક યુવકનો તો એવો આક્ષેપ છે કે, ભગવા કપડાં ધારણ કરીને ફરતાં સ્વામીએ તેની ફિઝીકલ સબંધો પણ બાંધ્યા હતા. આ અરજીના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આજે બંને યુવકોના નિવેદન લઈ તેમની પાસે જરૂરી પુરાવા માંગ્યા હતા.
સત્સંગી સુરેશ પરના હુમલાના તાર પ્રવીણ વાઘેલા સુધી પહોંચ્યા
કામરેજના યુવક દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે, તે સોખડા હરીધામ આશ્રમ ટ્રસ્ટમાં તા.22 જુલાઈ 2013થી સેવક તરીકે કામ કરતો હતો. આ સમય દરમિયાન પ્રેમ સ્વામી, જ્ઞાનસ્વરૂપ સ્વામી, સાધુ સરલજીવન સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી અને હરી આશ્રમના સેક્રેટરી જયંત દવે દ્વારા અનેક પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ કરવામાં આવી હતી. જેનો વિરોધ કરતાં તેમણે યુવકને હરીધામ ટ્રસ્ટ સંકુલમાંથી લાતો મારી બહાર કાઢી મુક્યો હતો.