છોટા પેક બડા ધમાકા, ઉંદર અને સાપ વચ્ચે જામી જોરદાર જંગ, ઉંદરને પીછેહઠ કરવાની જગ્યાએ ઉંદરે સાપને આપ્યો કરારો જવાબ, જુઓ વિડીયો…

છોટા પેક બડા ધમાકા, ઉંદર અને સાપ વચ્ચે જામી જોરદાર જંગ, ઉંદરને પીછેહઠ કરવાની જગ્યાએ ઉંદરે સાપને આપ્યો કરારો જવાબ, જુઓ વિડીયો…

પ્રાણીઓની લડાઈના ખતરનાક વિડીયોસોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળે છે. આમાંના મોટાભાગના વીડિયો સાપ સાથે લડતા અન્ય પ્રાણીઓના પણ છે. આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ઝેરી સાપ અને ઉંદર વચ્ચેની લડાઈનો વિડીયો સામે આવ્યો છે.

વિડીયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે, એક ખતરનાક સાપ નાના ઉંદર પર હુમલો કરે છે. તે પછી બંને વચ્ચે જે જબરદસ્ત લડાઈ થાય છે, તે જોઈને તમે પણ જોતાને જોતા જ રહી જશો. સાપ અને ઉંદરની લડાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે સાપ અને ઉંદર સામસામે જોવા મળી રહ્યા છે.

તમે જોઈ શકશો વીડિયોમાં પહેલા સાપ ઉંદર પર હુમલો કરે છે અને પછી પીછેહઠ કરવા લાગે છે, પરંતુ પછી ઉંદર ગુસ્સે થઈ જાય છે અને ડર્યા વિના સાપ પર હુમલો કરે છે. પછી બંને વચ્ચે ખતરનાક લડાઈ શરૂ થાય છે. ઉંદર કૂદીને સાપ સાથે લડે છે અને સાપના ખરાબ હાલ કરી નાખે છે.

ઈન્સ્ટાગ્રામ પર @rasal_viper નામના પેજ પરથી વિડીયો શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું- જે લોકોમાં હિંમત હોય છે, તેઓ પીછેહઠ કરવાની જગ્યાએ હિમ્મતથી સામનો કરવાનું પસંદ કરે છે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.