આ યુવક કેમેરો ચાલું રાખીને સુઈ જાય છે, ૨ લાખ રૂપિયા ખાતામાં આવી જાય છે, જાણો તેનું કારણ

આ યુવક કેમેરો ચાલું રાખીને સુઈ જાય છે, ૨ લાખ રૂપિયા ખાતામાં આવી જાય છે, જાણો તેનું કારણ

પૈસા કમાવાની ઘણી બધી રીત છે. કોઈ નોકરી કરીને પૈસા કમાય છે તો કોઈ બિઝનેસ કરીને પૈસા સમય છે પરંતુ એક વ્યક્તિ એવો પણ છે, જે માત્ર ગાઢ ઉંધ લઈને પણ સારી એવી કમાણી કરી રહ્યો છે. જોકે આ સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે પરંતુ આ વાત એકદમ સાચી છે. વ્યક્તિએ પોતે ઊંઘથી પૈસા કમાવાની પોતાની અનોખી રીત વિશે જણાવ્યું છે.

હકિકતમાં ઊંઘથી પૈસા કમાવવા વાળો આ વ્યક્તિ એક યુ-ટ્યુબર છે. તેની યુ-ટ્યુબ ચેનલનું નામ “Super Mainstream” છે. જ્યાં તે સુઈને પોતાના વીડીયો લાઇવ રેકોર્ડ કરે છે અને બાદમાં તેને યુ-ટ્યુબ પર પોસ્ટ કરી દે છે. લોકો તેનાં વિડીયો જુએ છે અને બદલામાં તેને પૈસા આપે છે. તો ચાલો જાણી લઈએ કેવી રીતે.

યુ-ટ્યુબરનાં વિડીયોમાં શું હોય છે ?
ઊંઘથી પૈસા કમાવવા વાળા વિડીયોમાં યુ-ટ્યુબર સુવાની કોશિશ કરે છે. જોકે તેનાં ફેન્સ એલેક્સા સ્પીકરનાં માધ્યમથી મેસેજ, વિડીયો અને ગીત ચલાવીને તેને જગાડવાનો પ્રયાસ કરે છે. ૨૧ વર્ષિય યુ-ટ્યુબરે એક ન્યુઝ ચેનલને જણાવ્યું કે તે અઠવાડિયામાં એકવાર ૬ કલાકનું “યુ-ટ્યુબ Live” કરવાથી £2,000 (2 લાખ રૂપિયા) થી વધારેની કમાણી કરે છે એટલે કે એક અઠવાડિયામાં બે લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે.

યુ-ટ્યુબ પર તેનું “સ્લીપ સ્ટ્રીમ” ખુબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. તેનાં વિડીયોને લાખો વ્યુઝ મળી રહ્યા છે. હજારો દર્શકોની સામે તે પોતાને લાઈવ કરે છે અને સુઈ જાય છે. લોકો તેને ફોન, મેસેજ વગેરે કરીને જગાડવાની કોશિશ કરે છે.

ઊંઘથી બીજા પણ લોકો કમાઈ રહ્યા છે પૈસા
યુ-ટ્યુબ પર બીજા પણ ઘણા બધા લોકો ઊંઘનાં વિડીયોથી પૈસા કમાઈ રહ્યા છે. એવા વિડિયોનાં વ્યુઝ પણ હાલનાં સમયમાં વધ્યા છે એટલે કે ઊંઘ હવે માત્ર એક આવશ્યક શારીરિક ક્રિયા પુરતી રહી ગઈ નથી. યુ-ટ્યુબ પર “Sleep stream” માં રુચિ બતાવવા વાળા લોકોની સંખ્યા જાન્યુઆરી ૨૦૨૧ પહેલા અઠવાડિયામાં સર્વકાલીન ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ હતી. ગયા વર્ષે તેની તુલનામાં ૪૨૬ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

ravi vaghani

Related articles

Leave a Reply

Your email address will not be published.