ટચના બદલે તમાચો: સ્કૂટી સાથે કાર ટચ થઈ તો મહિલાએ ડ્રાઈવરને પોલીસની સામે જ તમાચો મારી દીધો…

ભોપાલના ભારત ટોકીઝ ચાર રસ્તા પર એક મહિલાએ કાર ચાલકને થપ્પડ મારી દીધી. કારની સામેના કાચ પર પોલીસ લખેલું હતું. કારની સાથે મહિલાની સ્કૂટી થોડીક અથડાઇ હતી. ગુસ્સામાં આવીને મહિલાએ રોડ પર કાર રોકી દીધી હતી. કાર ચાલક યુવાન બહાર આવ્યો હતો. મહિલાએ પહેલા તેને ધક્કો માર્યો, પછી પોલીસ સામે થપ્પડ મારી દીધી.
ટ્રાફિક પોલીસના સબ-ઇન્સ્પેક્ટર મલખાન સિંહે જણાવ્યું હતું કે આ કેસ શનિવારે સવારે 11.30 વાગ્યે ભારત ટોકીઝ નજીક થયો હતો. ત્રણ મહિલાઓ રસ્તાની બાજુમાં વાહનને રોકવા તરફ ઇશારો કરી રહી હતી. કાર ચલાવતા યુવકને લાગ્યું કે મહિલાઓ તેને રોકવા માટે કહી રહી છે. તેણે કારને રસ્તાની બાજુમાં મૂકી દીધી. બરાબર એ જ વખતે ત્યાંથી પસાર થતી મહિલાની સ્કૂટી તેની કારને અડી ગઈ. મહિલા પડી જવાથી બચી ગઈ. પોલીસે બંનેને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. બંને તરફથી કોઈ ફરિયાદ નથી આવી.
Women in burqa slapped a man just because his car touched her while parking aside at police checking #Bhopal pic.twitter.com/K95jxku3aG
— Lala 🇮🇳 (@FabulasGuy) February 12, 2022
ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે કાર ચાલક અને મહિલાએ તેમના નામ જાહેર કર્યા નથી. કારના કાચ પર પોલીસ લખેલું હતું. ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટમાં કારમાં લખેલા રજિસ્ટ્રેશન નંબરના આધારે કારનું રજિસ્ટ્રેશન સુખરામ સિંહના નામે થાય છે. સુખરામનું સરનામું હાઉસ-181 મેઇન રોડ ઇબ્રાહિમ ગંજ વોર્ડ-17 હમીદિયા રોડ લખ્યું છે.