પિતા ન હોવાથી દીકરાઓ મોચી કામ કરીને માતાને પરિવાર ચલાવવા માટે મદદ કરતા હતા, અજાણ્યા વ્યક્તિએ બદલી નાખ્યું જીવન…

પિતા ન હોવાથી દીકરાઓ મોચી કામ કરીને માતાને પરિવાર ચલાવવા માટે મદદ કરતા હતા, અજાણ્યા વ્યક્તિએ બદલી નાખ્યું જીવન…

યારે પરિવાર પર પિતાની સાયો નથી રહેતો ત્યારે તે પરિવારના બાળકોની શું પરિસ્થિતિ હોય છે. તેની કલ્પના કરવી પણ ખુબજ મુશ્કિલ છે. રાજસ્થાનના શિહોર જિલ્લાના રામપુરા રહેવાસી રાકેશના પિતા મદનલાલ મોચી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

મદનલાલનું મૃત્યુ થઇ જતા બે દીકરાઓ પર ઘરની જવાબદારી આઈ ગઈ હતી.તો પરિવારનું ગુજરાન ચલાવવા માટે રાકેશ અને તેના ભાઈએ પિતાનું મોચી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવવાનું નક્કી કર્યું બંને ભાઈઓ શાળા માંથી આવીને તેમના પિતા જ્યાં મોચી કામ કરવા માટે બેસતા હતા.

ત્યાં મોચી કામ કરવા માટે બેસવા લાગ્યા. આવી કડકડથી ઠંડીમાં પણ બંને દીકરાઓ મોડી રાત સુધી મોચી કામ કરતા રહેતા હતા.જયારે એક વ્યક્તિએ આ દીકરાઓની કહાની સોસીયલ મીડિયા પર પોસ્ટ કરી.

જિલ્લા પ્રમુખ પાયલ રામપુરીયાને આ બાળકોને મદદ કરવાનું નિવેદન કર્યું તો પાયલ રામપુરીયાને જેવી આ વાતની જાણ થઇ કે તે તરત જ આ પરિવારને મદદ કરવા માટે તેમની પાસે પહોંચી ગઈ અને દીકરાને આ કામ કરવાનું કારણ પૂછ્યું તો તેમને જણાવ્યું કે પિતાના હોવાથી ઘર ચલાવવા માટે તે શાળામાંથી આવીને આ કામ કરે છે.

તો તેમને આ પરિવારનું નામ પાલનહાર યોજનામાં જોડાવ્યું જેનાથી સરકાર તરફથી દર મહિને તેમને ઘર ચલાવવા માટે મદદ મળતી રહેશે. સાથે સાથે બાળકોને ભણવા માટે શિષ્યવૃત્તિ પણ મળશે અને બાળકોની માતાને વિધવા પેંશન યોજના પણ ચાલુ કરીને આપી આખરે અજાણ્યા વ્યકતિના એક મેસેજે આ બાળકોની સાથે તેમની માતાનું જીવન પણ બદલી દીધું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.