ફ્રીઝમાં મૂકેલા લોટની રોટલી ખાવી જોઈએ કે નહિ??, જાણી લો ખુબ કામની માહિતી…

ફ્રીઝમાં મૂકેલા લોટની રોટલી ખાવી જોઈએ કે નહિ??, જાણી લો ખુબ કામની માહિતી…

સામાન્ય રીતે આજના સમયમાં મોટાભાગના લોકોના ઘરે ફ્રીઝ આવી ગયા છે. ફ્રિઝમાં તમે કોઈપણ વસ્તુને લાંબા સમયથી સુધી સંગ્રહીત કરી શકો છો. તમે દૂધ, દહીં જેવી ચીજ વસ્તુઓને બહાર રાખો છો, તો તે બગડી જવાની સંભાવના રહે છે, પણ તમે થોડાક દિવસ સુધી ફ્રિઝમા દૂધને સ્ટોર કરી શકો છો. આમ જોવા જઈએ તો, આ બધી આધુનિક વસ્તુઓને લીધે ઘણી મુશ્કેલીઓ ઓછી થઈ ગઈ છે. પરંતુ તેના ફાયદાઓ પણ છે. અને તેના ગેરફાયદાઓ પણ છે.

ફ્રીઝ સિવાય રસોડાની ઘણી એવી વસ્તુઓ છે, જે વસ્તુઓ નો ઉપયોગ લોકો ખુબ કરે છે. જેના લીધે આવી સારી વસ્તુઓ સુખ સગવડત હોવાની સાથે-સાથે સ્વાસ્થય ખરાબ થવાનું કામ કરે છે. જેના લીધે તમને ઘણી સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે.

દોસ્તો તમે ધ્યાન આપ્યું હોય તો, આજની મહિલાઓ એક જ સમયે આખા દિવસની રોટલી બનાવવા માટે લોટ બાંધી દેતી હોય છે. અને તેને ફ્રીઝ માં સ્ટોર કરે છે, અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરે છે. જોકે તમને જણાવીએ કે તમારે આવું કયારેય ના કરવું જોઈએ. કારણ કે તે આપણા સ્વાસ્થય ને ઘણી બધી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેના વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો પણ જણાવવામાં આવ્યા છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું.

વૈજ્ઞાનિક કારણ :– સામાન્ય રીતે લાંબા સમય સુધી લોટને ફ્રીઝમાં રાખી મૂકવાથી, તેમાં રાસાયણિક પક્રિયાના ને કારણે ખરાબ બેકટેરિયાનો જન્મ થાય છે, જે લોટ પર ચોંટેલા રહે છે. આ બેક્ટેરિયા આપણને નરી આંખે જોઈ શકતા નથી, પણ તે લોટ ની રોટલી બનાવી ને ખાવા થી ભોજન માં રોટલી સ્વરૂપે આપણા પેટમાં દાખલ થાય છે, ત્યારે અનેક બીમારીઓને આમંત્રણ આપવાનું કામ કરે છે.

હકીકતમાં, જ્યારે તમે ફ્રીઝમાં મુકેલ લોટ ની રોટલીનો ઉપયોગ કરો છો, તો તેનાથી તમારી પાચન શક્તિ નબળી પડી જાય છે, જેના લીધે તમને પેટના રોગો, જેમ કે કબજિયાત, એસિડિટી, ગેસ, અપચો વગેરે નો સામનો કરવો પડે છે. આ સિવાય તેની મીઠાશ પણ ઓછી થઈ જાય છે. જેના લીધે તમે તેનો સ્વાદ માણી શકતા નથી.

આ સિવાય જ્યારે તમે ફ્રીઝમાં મૂકેલા લોટનો ઉપયોગ કરો છો, તો તે વાસી થઈ જાય છે અને તમે જાણતા હશો કે વાસી ખોરાક સ્વાસ્થ્ય માટે સારો હોતો નથી. આવામાં જ્યારે તમે તેનું સેવન કરો છો, તો તમને અનેક બીમારીઓ થવાની શક્યતા રહે છે..

જ્યારે તમે ફ્રીઝમાંથી લોટ ને બહાર કાઢીને રોટલી બનાવો છો, ત્યારે તમારા પરિવારના સ્વાસ્થય ને જોખમ થઈ શકે છે. તેથી તમારે હંમેશા તાજા બનાવેલા લોટ માંથી જ રોટલી બનાવીને ખવડાવવી જોઈએ. જેથી તમારી સાથે સાથે તમારો પરિવાર પણ સ્વસ્થ જીવન જીવી શકશે.

ધાર્મિક કારણ :- હકીકતમાં, તમે બધા જાણતા હશો કે, કોઈપણ વ્યક્તિના મૃત્યુ પાછળ પિંડ દાન કરવામાં આવે છે, અને આ પિંડમાં આત્મા દાખલ થયેલી હોય છે. આજ રીતે થોડાક સમય સુધી લોટ પડી રહે છે, તો તે પિંડ સ્વરૂપ ધારણ કરે છે. જેના લીધે આત્મા તેમાં પ્રવેશ કરે છે, અને જ્યારે તમે રોટલી સ્વરૂપે તેનું સેવન કરો છો, તો તમારામાં આત્મા માં ખરાબ ગુણો હોઈ તો, તેનાલીધે તમારા શરીર માં ખરાબ ગુણો પ્રવેશે છે. તમને જણાવી દઈએ કે, જો તમે વાસી ખોરાક ખાશો, તો તેની સીધી અસર તમારા વ્યક્તિત્વ પર થશે. આ સાથે તમે યોગ્ય જીવન જીવી શકશો નહીં.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275