એ બધુ જોવાની મારી કોઈ જવાબદારી નથી -શપથવિધિના તરત પછી નીતિન પટેલ બોલ્યા…

એ બધુ જોવાની મારી કોઈ જવાબદારી નથી -શપથવિધિના તરત પછી નીતિન પટેલ બોલ્યા…

ગુજરાતને મળ્યું નવું મંત્રીમંડળ
ગુજરાતનાં નવા મંત્રીમંડળનાં આજે શપથગ્રહણ કરવામાં આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થીયરીને લાગુ કરી છે જે બાદ મંત્રીમંડળનાં તમામ મંત્રીઓ નવા છે. પૂર્વ સીએમ રૂપાણીની ટીમનાં કોઈ પણ મંત્રીને ફરીથી સ્થાન આપવામાં આવ્યું નથી ત્યારે પાર્ટીનાં દિગ્ગજ નેતા અને પાટીદાર નેતા નીતિન પટેલે ખૂબ મોટું નિવેદન આપ્યું છે

નીતિન પટેલે આપ્યું સૂચક નિવેદન
VTV NEWS સાથેની ખાસ વાતચીતમાં નીતિન પટેલે કહ્યું કે નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવું છું, ગુજરાતનો વધુ વિકાસ થાય અને પ્રગતિ થાય એ પ્રકારનાં કામ કરવાની ભગવાન એમને શક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું. VTVએ જ્યારે નીતિન પટેલને પૂછ્યું કે રાજ્યમાં કેટલાક નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે જેમા આહીર અને કોળી સમાજે નારાજગી વ્યક્ત કરી છે અને શું તેમના સમર્થકો પણ નારાજ છે કે કેમ? ત્યારે નીતિન પટેલે જવાબ આપતા કહ્યું કે જો ભ’ઇ કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ કે કોઈ જિલ્લો નારાજ થાય તે જોવાની જવાબદારી મારી નથી.

નારાજગી જોવાનું કામ પાર્ટીનું છે, મારુ નહીં : નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું કે હવે આ બધુ જોવાની જવાબદારી મારી કોઈ નથી, એ જોવાની જવાબદારી અત્યારનાં નેતૃત્વની છે. મારે એ વિશે કોઈ ચર્ચા કરવાનું કારણ નથી, સ્વાભાવિક છે કે કોઈ આવે ને કોઈ જાય. એટલે મળનારને ખુશી થતી હોય, અને જેને ના મળે તેને અને તેના સમર્થકોને દુખ થાય. આ તો દુનિયાનો ક્રમ છે, આ તો બધુ ભગવાન નિર્મિત છે અને ચાલ્યા કરશે. નીતિન પટેલને જ્યારએ પૂછાયું કે 2022માં ટીમ ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ચૂંટણી થશે? ત્યારે નીતિનભાઈએ કહ્યું કે અત્યારે તો પાર્ટીએ તેમને જ નેતૃત્વ અને જવાબદારી સોંપી છે એટલે એમને જ આ બધુ કામ આગળ વધારવાનું છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી મોટી ઉથલપાથલ થયેલી છે, રાજ્યના નવા મુખ્યમંત્રીની વરણી બાદ હવે આજે નવા મંત્રીઓના પણ શપથ પૂરા થઈ ગયા છે. રાજ્યનાં નવા કેપ્ટન ભૂપેન્દ્ર પટેલની ટીમમાં આજે નવા ખેલાડીઓ સામેલ થઈ ગયા છે. આજે સવારથી જ કેટલાય ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ગયા જેમા તેમને જણાવવામાં આવ્યું કે તમે મંત્રી બની રહ્યા છો. સવારથી જ કેટલાક નામો સામે આવી રહ્યા હતા અને ભાજપ ધારાસભ્યોને જીવ પણ અદ્ધરતાલ હતા ત્યારે આખરે સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *