148 વર્ષ બાદ શનિ જયંતિ પર લાગશે સૂર્યગ્રહણ, જાણો આ ખાસ વાતો અને રાખો સાવધાની

148 વર્ષ બાદ શનિ જયંતિ પર લાગશે સૂર્યગ્રહણ, જાણો આ ખાસ વાતો અને રાખો સાવધાની

2021 વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે થવા જઇ રહ્યું છે. આજે જે ગ્રહણ છે એ પૂર્ણ સૂર્ય ગ્રહણ છે, જેમાં ચંદ્ર સંપૂર્ણ પૃથ્વીને ઢાંકી લેશે. સૂર્યનો બહારનો ભાગ જ આ સમયે માત્ર જોવા મળશે. ગ્રહણમાં ચંદ્રમા આજેસૂર્યના લગભગ 94 ટકા ભાગને આવરી લેશે, એટલે કે ગ્રહણ લગાવી દેશે. પૂર્ણ સૂર્ય ગ્રહણ હોવાના કારણે દિવસે અંધારું છવાઇ જશે. આ વખતે સૂર્ય ગ્રહણ કોરોના કાળમાં થઇ રહ્યું છે. ભારતમાં આ સૂર્ય ગ્રહણ આંશિક રૂપે જ થશે. જેથી ગ્રહણ કાળ માન્ય નહીં હોય. અમેરિકાના ઉત્તર ભાગ, યૂરોપ અને એશિયામાં પણ આંશિંક ગ્રહણ થશે. જો વાત કરવી કે આ ગ્રહણ ક્યાં ક્યાં જોવા મળશે તો તે ઉત્તર કેનેડા, ગ્રીન લેન્ડ અને રશિયામાં જોવા મળશે.

દેશમાં 148 વર્ષ બાદ આજે શનિ જયંતિ અને સૂર્ય ગ્રહણનો અદ્દભૂત સંયોગ થવા જઇ રહ્યો છે. શનિ જયંતિ પર સૂર્ય ગ્રહણનો આ યોગ લગભગ 148 વર્ષ બાદ સર્જાયો છે. આ પહેલા શનિ જયંતિ પર 26 મે, 1873ના રોજ સૂર્ય ગ્રહણ લાગ્યું હતું. આપને જણાવી દઇએ કે સૂર્ય અને શનિ દેવ પિતા-પુત્ર છે. પૌરાણિક કથાઓ અનુસાર બંનેમાં ખૂબ મતભેદ અને ગજગ્રાહ રહ્યા છે.

સૂર્ય ગ્રહણનો સમય

વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ બપોરે 1.42 વાગ્યે શરૂ થશે, જે સાંજે 6.41 વાગ્યા સુધી રહેશે. આ વખતે ભારતમાં ગ્રહણનો સૂતક કાળ માન્ય નહીં રહે.

ગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું

સૂર્ય ગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેને લઇને ઘણા ભ્રમ છે. અમુક લોકો આ દરમિયાન ઉપવાસ કરવામાં વિશ્વાસ રાખે છે, જ્યારે અમુક લોકો ગ્રહણ દરમિયાન કોઇ પણ પ્રકારના ઘરેલૂ કામથી બચવાની સલાહ આપે છે. આવો તમને જણાવીએ ગ્રહણ દરમિયાન સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કઈ સાવધાનીઓ તમારે રાખવી જોઇએ.

– હકીકતમાં એવી કોઇ સાવધાની નથી, પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગ્રહણથી 2 કલાક પહેલા હલકું અને પચી જાય તેવું ભોજન લેવાની સલાહ અપાય છે. સૂર્ય ગ્રહણ દરમિયાન કંઇ પણ ન ખાવ કે ન પીવો.

– જે પણ ભોજન તમે સૂર્ય ગ્રહણ પહેલા ખાવ તેમાં હળદર નાંખી શકો છો. એમ પણ સલાહ દેવાય છે કે ગ્રહણના બે કલાક પહેલા ખૂબ પાણી પીવું જોઇએ. તુલસીવાળી ચા પણ પી શકો છો.

– આયુર્વેદ પણ સૂર્ય ગ્રહણ દરમિયાન દુર્વા ઘાસનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આ ઘણા સમયથી ચાલી આવતી પ્રાચીન પ્રથાઓ પર આધારિત છે. વૈજ્ઞાનિક રૂપે આ સાવધાનીઓ અંગે કોઇ સાબિતી નથી મળી શકી.

– આજકાલ ઘરમાં પાણી ભરીને રાખવામાં આવે છે. તેને સાફ કરીને તુલસીના પાંદડાઓ અને થોડા ટીપા ગંગાજળના નાંખી દો. તેનાથી તે દૂષિત નહીં થાય. આવું બધા જ ગ્રહણમાં કરવું જોઈએ.

– ગ્રહણ પૂર્ણ થયા બાદ ઘરમાં કચરો કાઢી ગંગાજળનો છંટકાવ કરો. જેથી ઘર સુદ્ધા થઇ જશે અને ગ્રહણ ની અસહ્ય નહીં રહે ઘરમાં.

– ગ્રહણ દરમિયાન સૂવું ન જોઇએ. ગ્રહણ દિવસે હોઈ કે રાત્રે ગ્રહણ ચાલુ હોઈ ત્યારે સુવાનું ટાળવું જોઈએ. જો શક્ય હોય તો આ સમયે ભગવાનની ધૂન કરવી જોઈએ.

– ગ્રહણ દરમિયાન શારિરીક સંબંધો ન બનાવવા જોઇએ. નહીં તો તેની માંથી અસર તમારા પર પડી શકે છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને આ બાબત થી દૂર રહેવું જોઈએ.

GujaratPress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *