ટ્રેન નીચે પડતું મુક્યા બાદ ફાટક પર સર્જાયા એવા દ્રશ્યો કે જોનારા સૌ કોઈની આંખ ભીની થઇ ગઈ…

પાટણ જિલ્લામાં એક આધેડ વયના પુરુષે ટ્રેન નીચે આવીને આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી જો કે ઘટના પછી આ આધેડના પુત્ર અને પુત્રી બંને તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રેનના નીચે આવી જવાથી આધેડના શરીરના બે ટુકડા થઇ ગયા હતા. જો કે પુત્ર જ્યારે તેના પિતાની લાશ પાસે આવ્યો ત્યારે જાણે પિતાના શરીરમાં ફરી વખત પ્રાણ પુરાયા હોય તેમ અડધુ કપાયેલું ધડ ફરી એકવાર પુત્ર સામે બેઠું થયું અને પુત્રને સામે જોઇને રડીને ધડ નીચે પડ્યું હતું અને ત્યાર પછી થોડીવાર ઉંડા ઉંડા શ્વાસ લીધા બાદ પિતાએ અંતિમ શ્વાસ લીધો હતો.
નોંધનીય છે કે, પુત્રએ જ્યારે તેના પિતાનાં તરફડીયા મારતું ધડ તેમજ તેમના પગ જોયા ત્યારે તે પુરી રીતે ભાંગી પડ્યો હતો. પુત્ર પિતાના પગ પકડીને અત્યંત પીડા સાથે ત્યાં જ રડી પડ્યો હતો. જ્યારે પુત્રી પણ આ જોઈને ખૂબ જ રડી રહી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો જોયા બાદ કોઇ પણ વ્યક્તિના આખમાંથી આંસુ આવી જાય તેવા દ્રષ્યો સર્જાયા હતા. આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઇ ગયા હતા. પાટણ સજનીપુર પાસે વસવાટ કરતા 45 વર્ષની ઉંમરના આધેડે રેલવે ફાટક પર પડતું મૂકીને આત્મહત્યા કરી લેવાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રેન નીચે પડતું મુકતા આધેડના શરીરના બે ભાગ થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં આધેડના શરીરના બે ભાવ થઇ ગયા હતા તેમ છતા પણ થોડિક સેકન્ડો માટે તેઓ જીવતા રહ્યા હતા. આ આધેડના શરીરના બે ભાગ થયા ત્યાર પછી તેમણે ટ્રેનને પોતાના હાથથી પકડીને ઉભા થવાનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્ય જોઈને લાગી રહ્યું હતું કે તેઓ જાણે તેમના છેલ્લા શ્વાસ ભરી લેવા માંગે છે. ઘટના બનતા જ થોડી જ વારમાં ત્યાં તેમના પરિવારજનો આવી જતા ઘટનાસ્થળ પર ગમગીન વાતાવરણ ઉભું થયું હતું. હાલ તો રેલવે પોલીસે આ સમગ્ર મામલે આત્મહત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે