SBIના બેંકનો કર્મચારીજ બેન્ક માંથી રૂપિયા 38 જેટલી મોટી રકમ લઈને થઇ ગયો ફરાર…..

SBIના બેંકનો કર્મચારીજ બેન્ક માંથી રૂપિયા 38 જેટલી મોટી રકમ લઈને થઇ ગયો ફરાર…..

જમવાના સમયે બેંકના CDM મશીનમાંથી પૈસા લઇ કર્મચારી વિજય ફરાર થયો, છેલ્લા 13 વર્ષથી કરતો હતો SBI બેન્કમાં કામ

CDM મશીનમાંથી પૈસા લઇ ફરાર થયો
રાજકોટની જેતપુરની SBI બેન્કમાંથી 38 લાખની ઉચાપત થતાં ખળભળાટ મચ્યો છે.SBI તીનબત્તી ચોકશાખાના કર્મચારીએ આ ઉચાપત કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જમવાના સમયે બેંકના CDM મશીનમાંથી વિજય નામનો કર્મચારી 38 લાખ રૂપિયા લઈ રફુચક્કર થઈ ગયો છે. આરોપી કર્મચારી 3 વર્ષથી SBI બેંકમાં કામ કરતો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં રોકડ રકમ લઈ કર્મચારી ફરાર થયો હોય તેવુ દેખાઈ આવે છે.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
બ્રાન્ચ મેનેજરને શક જતાં આરોપી કર્મચારીને ફોન કર્યો હતો પણ ફોન બંધ આવતા તાત્કાલિક સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉચાપત કરનાર 13 વર્ષ જૂનો કર્મચારી જ નીકળતા SBI શાખાના સ્ટાફ સહિત પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જે બાદ આરોપીને શોધવાની કવાયત તેજ કરવામાં આવી છે.

હજુ સુધી પોલીસને આરોપીની કોઈ જ ભાળ મળી નથી પણ તેના પરિવાર અને મિત્રોની પૂછપરછ ચાલી રહી છે તેમજ લોકેશન શોધવાના પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે 38 લાખનો ચૂનો ચોંપડી ફરાર થનાર કર્મચારી ક્યારે હાથ આવે છે.

કર્મચારી કેસ લઈ ગાયબ થઈ ગયો : મનોરંજન કુમાર બ્રાન્ચ મેનેજર, તીનબત્તી શાખા
મનોરંજન કુમાર બ્રાન્ચ મેનેજરસાથે વીટીવીએ કરેલી વાતમાં મોટો ખુલાસો થયો છે. બેન્કના કર્મચારીઑ નું કહેવું છે કે વિજય ગંગારામ ધણધારીયા આરોપી કર્મચારીનું પૂરું નામ છે. તે છેલ્લા 13 વર્ષથી સારી રીતે કેશ ઓફિસર તરીકે કામ કરતો હતો પણ અચાનક જ જમવાના સમયની તક ઝડપી કર્મચારી વિજય ગાયબ થઈ ગયો હતો જે બાદ બેન્ક સ્ટાફ દ્વારા તેને વારંવાર ફોન પણ કરવામાં આવ્યા હતા પણ ફોન બંધ આવતો હતો કર્મચારી સાથે કેસ પણ ગાયબ હતી. એ પણ 38 લાખ જેટલી. આરોપી કર્મચારી વીરપૂરના રેલવે સ્ટેશનની આસપાસ રહેતો હતો. ત્યાં તે પરિવાર સાથે રહેતો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *