હોળીની પ્રદક્ષિણા કરતી વખતે બોલી નાખજો આ સરળ મંત્ર, બધી જ મનોકામના પુરી થશે…

હોળીની પ્રદક્ષિણા કરતી વખતે બોલી નાખજો આ સરળ મંત્ર, બધી જ મનોકામના પુરી થશે…

રંગોનો તહેવાર એટલે હોળી. તહેવારો આપણા જીવનને અનેરા ઉત્સાહથી ભરી દે છે. લોકો આ તહેવારને ખુબજ હર્ષોલ્લાસ સાથે અને ખુશીઓથી મનાવે છે. લોકો આ દિવસે તમામ ફરિયાદો ભૂલી એકબીજાને પ્રેમથી ગળે લગાવે છે. એકબીજા પર રંગ ગુલાલ લગાવી આ ખાસ તહેવારની ઉજવણી કરે છે. પણ જો તમે આ તહેવારને પૈસાની તંગીના કારણે મનાવી નથી રહ્યા તો આજે અમે તમારા માટે ખાસ લાવ્યા છીએ કેટલાક ઉપાય જેને કરવાથી તમને આવતી પૈસાની તંગીને તમે નિવારી શકશો.

હોળીની એક રાત પહેલા હોલિકા દહન કરવામાં આવે છે. માન્યતા છે કે આ એક દિવસમાં આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પૈસાની તંગી દૂર થઈ જશે. આ ઉપાયો કરવાથી ફક્ત રોજગાર કે વેપારમાં જ નહી પણ જીવનમાં પણ લાભ અને સફળતાના તમામ રસ્તાઓ ખુલી જશે.

સૌથી પહેલા ઉપાયમાં હોળીના દિવસે પીળા કપડામાં હળદર, ચાંદીનો સિક્કો, 11 ગોમતી ચક્ર, 11 કોડીઓ બાંધી 108 વાર ‘ॐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર’નો જાપ કરતા હોળીની અગ્ની ફરતે પ્રદક્ષિણા કરી એ જગ્યાએ જાવ જ્યાં તમારે વેપાર કરવાનો છે.

ધ્યાન રાખો આ કરતી વખતે પાછળ ફરીને ન જોશો, ત્યારબાદ આ તમામ વસ્તુઓને એ સ્થાન પર રાખી દો જ્યાં તમે પૈસા રાખો છો. કોશિશ કરો કે આ ઉપાય કરો ત્યારે વચ્ચે કોઈ વિધ્ન ન આવે. નહીંતર આ ઉપાય નિષ્ફળ જશે.

આ ઉપાયને સાચી રીતે કરવામાં આવે તો પૈસાની તમામ પરેશાની હલ થઈ જશે. જો તમારો વેપાર મશીનોથી થાય છે તો હોળીના દિવસે મશીન પર ગંગા જળમાં પીસેલી હળદર અને કેસર ભેળવીને સ્વસ્તિક બનાવો.

આ ઉપાય કરવાથી વેપારમાં વૃદ્ધિ થશે. આ સિવાય હોળીના દિવસે પીળા કપડાને ચાંદીના સિક્કા અને હળદરને બાંધીને દુકાન કે ગલ્લામાં રાખવાથી આખુ વર્ષ લક્ષ્મીજીની કૃપા ઉતરશે. આ સિવાય ગરીબ લોકોને અન્નદાન કરો. વસ્ત્રદાન કરો. બાળકોને પુસ્તકો આપો. નાસ્તો કરાવો. તેમને ફરવા લઈ જાવ. ગાયને ઘાસ ખવડાવો. પશુઓને દાણાં નાંખો. આ તમામ ઉપાયો કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. લક્ષ્મીજીની કૃપા ઉતરે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.