સવારમાં જાગીને વાસી મોઢાએ પાણી પીવાના એટલા છે ફાયદાઓ કે વાંચીને તમે પણ આજથી જ કરી દેશો શરુ….

સવારમાં જાગીને વાસી મોઢાએ પાણી પીવાના એટલા છે ફાયદાઓ કે વાંચીને તમે પણ આજથી જ કરી દેશો શરુ….

દરેકના જીવનમાં પાણી પીવુંએ ખુબ જ મહત્વનું છે,પણ એ પાણી કઈ રીતે પીવું કે જેથી તમારા શરીરમાં ફાયદાકારક નીવડે.આપણા યોગ ગુરુ બાબા રામદેવનું પણ એવું જ કહેવું છે કે,વાસી મોઢે પાણી પીવાથી પણ શરીરમાં કેટલાક ચમત્કારિક ફાયદાઓ થાય છે.બીજા કેટલાક પરિવર્તનો પણ થાય છે તો આપણે જાણીએ કે આ પાણી પીવાથી કેટલા ફાયદાઓ થશે.

આપણે જયારે સવારે ઉઠીએ છીએ તેવામાં આપણા પેટમાં અને હોજરીમાં ખુબ જ માત્રામાં એસીડ એકઠું થયેલું હોય છે.તેવામાં આપણા મોઢામાં જે લાળ ગ્રંથીમાંથી લાળ જળે છે,તે પણ એક મહત્વનું કામ કરે છે.તેની અંદર કેટલાય આલ્કલાઈન તત્વો હોય છે.

આ તત્વોએ આપણા શરીરમાં રહેલા એસિડની અસરને નાબૂદ કરી દે છે.તમારે વાસી મોઢે એટલે સવારે ઉઠીને સીધા જ પાણી પીવાનું અને જો આ પાણી થોડુંક હૂંફાળું હોય તો તે વધુ ચમત્કારિક બને છે.

આ પાણી પીવા માટે સવારે તમારે ધૂંટણ બળે બેસીને પીવાનું છે અને તેને મોઢામાં ફેરવી ફેરવીને પીવાનું છે જેથી આપણા મોં માં રહેલી લાળ એમાં ભરી જાય. આમ બેસીને પાણી પીવાથી આપણને જીવનમાં કોઈ ઘૂંટણને લગતી તકલીફ નઈ થાય.

તેની સાથે જે લોકોનું શરીર એસિડિક છે એટલે જેમને પણ સવારના સમયે ખાટા ઓટકાર આવે છે,તેમને પણ આમ સવારે પીવાથી તેની સમસ્યા દૂર થઇ જશે.તેની સાથે સાથે બીજા કેટલાય ફાયદાઓ છે જેમાં વાસી મોઢે પાણી પીવાથી તમારી આંખોની રોશની વધી જાય છે.

જો તમારા વાળ ખરતા હશે તો તે પણ બંધ થઇ જશે,આ પાણી પીવાથી ગેસ,કબજિયાત અને એસીડીટીની તકલીફ છે તે પણ દૂર થઇ જશે.તેવામાં જે લોકોને લોહી ઓછું હોય,આંખોની ફરતે કાળા કુંડાળા થઇ ગયા હોય,જે લોકોને ખીલના ડાઘ હોય,તથા બીજી કોઈ પેટની તકલીફ હોય તેને પણ આ વાસી મોઢે પાણી પીવાથી દૂર થઇ જશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *