શનિદેવના આ મંદિરમાં ચંપલ કે બુટ મૂકી દેવાથી પનોતી કાયમી માટે દૂર થાય છે, જાણો તેનું રહસ્ય…

શનિદેવના આ મંદિરમાં ચંપલ કે બુટ મૂકી દેવાથી પનોતી કાયમી માટે દૂર થાય છે, જાણો તેનું રહસ્ય…

શનિદેવ આપણાથી પ્રસન્ન છે કે નહીં તે આપણા રોજિંદા જીવનમાં બનતા નાના ચિહ્નો પરથી આપણે જાણી શકીએ છીએ. શનિ વિશેષ પગ સાથે સંબંધિત છે. ઘણી વખત મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી તમારા જૂતા અથવા ચપ્પલ ચોરાઈ જાય છે અથવા ખોવાઈ જાય છે. આ ઘટના તમારા માટે શનિની શુભ નિશાની તરફ નિર્દેશ કરે છે એટલે કે શનિ તમને છોડવા જઈ રહ્યો છે. વ્યક્તિ જૂતા અને ચપ્પલ પહેરીને ઘરની અંદર આવે છે, તેની સાથે રાહુ અને કેતુ જેવા પાપી ગ્રહો પણ ઘરની અંદર પ્રવેશ કરે છે.

જૂતા અને ચપ્પલ ઘરના મુખ્ય દ્વાર પર ન રાખવા જોઈએ, કારણ કે આ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. શનિની અશુભ છાયાથી બચવા માટે શનિવારે મંદિરની બહાર કાળા ચામડાની ચંદન અથવા પગરખાં ઉતાર્યા વગર પાછા ફર્યા વગર શનિ દોષથી મુક્તિ મેળવી શકાય છે. ફાટેલા અને જૂના જૂતા પહેરવાથી ઘરમાં શનિ અને ગરીબીનો અશુભ પડછાયો આવે છે.

શનિવારે પગરખાં અને ચપ્પલ ખરીદવા પર પ્રતિબંધ હોવાનું કહેવાય છે કારણ કે શનિને પગ સાથે સંબંધિત માનવામાં આવે છે. તે દિવસે પગરખાં અને ચપ્પલ ખરીદવાથી, શનિ સંબંધિત પીડા પણ ઘરમાં આવી શકે છે, આ આશંકાને કારણે તેઓ શનિવારે ખરીદવામાં આવતા નથી.

ભારતમાં આજે અસંખ્ય મંદિરો આવેલા છે દરેક મંદિરો ની પાછળ રહસ્ય છુપાયેલું છે આ રહસ્યોને હજુ સુધી વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી ભારતમાં આવેલા મંદિરોમાં હજારો ભક્તો પોતાના દુઃખ દર્દ દૂર કરવા માટે આવતા હોય છે કોઈપણ તહેવાર હોય તે દિવસે આ મંદિરોમાં દેવી-દેવતાની પૂજવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે આજે હું તમને શનિદેવના એક એવા મંદિર વિશે જણાવીશ જ્યાં પોતાના પગરખા મૂકી દેવાથી પનોતી કાયમી માટે દૂર થાય છે

શનિદેવનું આ મંદિર જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના હાથલા ગામે આવેલું છે શનિદેવનું આ મંદિર ખૂબ પવિત્ર મંદિર છે આ મંદિરમાં શનિદેવ હાથી ઉપર બિરાજમાન છે અહીં શનિદેવનો જન્મ થયો હોય તેમ માનવામાં આવી છે શનિદેવનો આ મંદિર ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક છે. ભારતનું એકમાત્ર શનિદેવના આ મંદિરમાં શનિદેવ પોતાના સહ પરિવાર સાથે બિરાજમાન છે આ મંદિરમાં શનિદેવના દર્શન કરવા માટે ખૂબ લાંબી લાઈનો હોય છે શનિદેવના દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે શનિદેવને ન્યાયના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે

આ મંદિરને પનોતી દેવી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે જે લોકોને પનોતી લાગી હોય તેવા લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે શનિદેવના દર્શન કરીને પોતાના પગરખા મૂકીને જાય છે એક માન્યતા અનુસાર પગરખા ને પનોતી માનવામાં આવે છે તેથી લોકો પોતાના પગરખા આ મંદિરમાં મૂકીને જાય છે અહિં શની કુંડ પણ આવેલો છે પાંડવો એ પણ આ શની કુંડમાં સ્નાન કર્યું હતું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *