યુક્રેન પર ત્રાટકશે રશિયાનો ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’ તો થશે ભારે તબાહી, અમેરિકન બોમ્બથી 4 ગણો વધુ શક્તિશાળી, જાણો કયા પ્રકારના છે આ ઘાતક બોમ્બ…

યુક્રેન પર ત્રાટકશે રશિયાનો ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’ તો થશે ભારે તબાહી, અમેરિકન બોમ્બથી 4 ગણો વધુ શક્તિશાળી, જાણો કયા પ્રકારના છે આ ઘાતક બોમ્બ…

યુક્રેન વિરુદ્ધ રશિયાનો હુમલો વધુ આક્રમક થઈ ગયો છે. આ યુદ્ધમાં રશિયાને યુક્રેનનો આકરો પ્રતિકાર સહન કરવો પડી રહ્યો છે. બ્રિટિશ મીડિયાએ આશંકા વ્યક્ત કરી છે કે યુક્રેનને યુદ્ધમાં ટૂંક સમયમાં ઘૂંટણીયે પાડવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પોતાના સૌથી ઘાતક હથિયારોમાંનું એક ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’નો ઉપયોગ કરી શકે છે.

ચાલે, જાણીએ કે આખરે શું છે રશિયાનો ફાધર ઓફ ઓલ બોમ્બ? કેમ છે એ અત્યંત ખતરનાક? અમેરિકા અને ચીન પાસે આ પ્રકારના કયા ઘાતક બોમ્બ છે?

શું છે રશિયાનો ફાધર ઓફ ઓલ બોમ્બ?

રશિયાના આ બોમ્બને એવિએશન થર્મોબેરિક બોમ્બ ઓફ ઈન્ક્રિઝ્ડ પાવર એટલે કે ATBIP કહેવામાં આવે છે. આમ તો એ પરમાણુ બોમ્બ નથી, પરંતુ એનાથી પણ વધુ તબાહી થાય છે. 2007માં રશિયા દ્વારા વિકસિત આ ઘાતક બોમ્બથી 44 ટન TNT જેટલો વિસ્ફોટ થઈ શકે છે. આ બોમ્બ પોતાની આસપાસના 300 મીટરના વિસ્તારને સંપૂર્ણપણે ખાક કરી શકે છે.
આ બોમ્બનું વજન લગભગ 15560 પાઉન્ડ અથવા લગભગ 7100 કિલોગ્રામ છે.
આ બોમ્બ એક થર્મોબેરિક હથિયાર છે, જેને એરોસોલ બોમ્બ, વેક્યુમ બોમ્બ કે ફ્યૂલ-એર એક્સપ્લોઝિવ પણ કહેવામાં આવે છે.
રશિયાનો આ ઘાતક બોમ્બ અમેરિકાના ‘મધર ઓફ ઓલ બોમ્બ’થી ચાર ગણો વધુ શક્તિશાળી છે.
કેવી રીતે કામ કરે છે ફાધર ઓફ ઓલ બોમ્બ?

આ બોમ્બની ખાસિયત એ છે કે વાતાવરણમાં રહેલા ઓક્સિજનને શોષીને જમીનની પર હાઈ-ટેમ્પરેચર વિસ્ફોટ કરે છે.
આ બોમ્બના વિસ્ફોટથી હાઈ ટેમ્પરેચર અને સુપરસોનિક વિસ્ફોટક તરંગો કે શૉક વેવ પેદા થાય છે, જે પોતાના માર્ગમાં આવતી ઈમારતો અને માણસો સહિત દરેક ચીજ મિટાવી દે છે.
આ ઘાતક બોમ્બને જેટ દ્વારા ફેંકી શકાય છે, જેનાથી એ જમીનથી થોડા ફૂટની ઊંચાઈ પર હવામાં ફાટે છે અને એક નાના પરમાણુ બોમ્બ જેટલું નુકસાન પહોંચાડે છે.
એના ઉપયોગથી અનલિમિટેડ એનર્જી અને ગરમી પેદા થાય છે, જે એની આસપાસ રહેલી જીવિત ચીજોને પળવારમાં રાખ બનાવી શકે છે.
આ ‘વેક્યુમ બોમ્બ’ માનવશરીરને વરાળમાં બદલવા, આંતરિક અંગોને નષ્ટ કરવામાં અને શહેરોને કાટમાળમાં ફેરવવા સક્ષમ છે, જેનાથી મોટી સંખ્યામાં લોકોના જીવ જઈ શકે છે.

શું હોય છે થર્મોબેરિક હથિયાર કે બોમ્બ?

રશિયાનો ફાધર ઓફ ઓલ બોમ્બ અને અમેરિકાનો મધર ઓફ ઓલ બોમ્બ થર્મોબેરિક હથિયારોનું ઘાતક વર્ઝન છે.
થર્મોબેરિક હથિયારોનો વિકાસ સોવિયેત સંઘ અને અમેરિકાએ 1960ના દાયકામાં જ શરૂ કરી દીધો હતો.
થર્મોબેરિક બોમ્બ હાઈ ટેમ્પરેચર વિસ્ફોટ કરવા માટે આસપાસની હવામાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે.
સામાન્ય વિસ્ફોટકોની તુલનામાં થર્મોબેરિક બોમ્બ અનેક ગણો વધુ ઊર્જા અને શૉક વેવ (આઘાતક તરંગો) પેદા કરે છે.
થર્મોબેરિક બોમ્બનો પાણીની અંદર, વધુ ઊંચાઈ અને પ્રતિકૂળ મોસમમાં યુઝ કરી શકાતો નથી.
આ બોમ્બનો ઉપયોગ કિલ્લેબંધી, સુરંગો, બંકરો, ગુફાઓને તબાહ કરવામાં થાય છે. આ બોમ્બ શહેરી વિસ્તારોમાં વધુ તબાહી મચાવી શકે છે.

રશિયા કરી ચૂક્યું છે આ ઘાતક બોમ્બનો ઉપયોગ

રશિયા પર આરોપ છે કે તે 2016માં સિરિયામાં પોતાના ફાધર ઓફ ઓલ બોમ્બનો ઉપયોગ કરી ચૂક્યું છે.
રશિયા પર માત્ર સિરિયા નહીં, પણ ચેચેન્યા વિરુદ્ધ પણ આ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ લાગી ચૂક્યો છે.
એવું મનાય છે કે યુક્રેન વિરુદ્ધ જંગ જીતવા માટે પણ રશિયા આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.
ધ ઈન્ડિપેન્ડન્ટે યુનિવર્સિટી ઓફ પોર્ટ્સમાઉથના પ્રોફેસર પીટર લીના હવાલાથી જણાવ્યું છે કે કઈ રીતે આ ઘાતક બોમ્બથી સિરિયામાં તબાહી સર્જાઈ હતી.
લી કહે છે કે કલ્પના કરો કે તમે ઊંડો શ્વાસ લઈને પાણીમાં ડૂબકી લગાવો છે. અચાનક તમને લાગે છે કે તમારા શરીરનો બધો ઓક્સિજન રોકી દેવાયો છે. પછી તમે શ્વાસ લેવાની કોશિશ કરો છો, પરંતુ તમારા ફેફસાંમાં ઠંડા પાણીના જગ્યાએ ઝેરીલા અને જ્વલનશીલ કણ ભરાવા લાગે છે, જે તમને અંદરથી બહાર સુધી મારવા લાગે છે. આ બોમ્બ પણ એવી જ પરેશાની પેદા કરે છે.

અમેરિકા પાસે છે ઘાતક મધર ઓફ ઓલ બોમ્બ

અમેરિકા પાસે દુનિયાનો સૌથી બીજો ઘાતક બિનપરમાણુ બોમ્બ છે, જેને ‘મધર ઓફ ઓલ બોમ્બ’ અથવા MOAB એટલે કે મેસિવ ઓર્ડિનન્સ એર બ્લાસ્ટ બોમ્બ કહેવામાં આવે છે.
અમેરિકાએ પ્રથમવાર મધર ઓફ ઓલ બોમ્બનો ટેસ્ટ 2003માં ફ્લોરિડામાં કર્યો હતો. તેને અધિકૃત રીતે GBU-43 કહેવામાં આવે છે.
અમેરિકાના મધર ઓફ ઓલ બોમ્બનું વજન 21600 પાઉન્ડ અથવા લગભગ 10 હજાર કિલોગ્રામ છે.
આ અમેરિકન બોમ્બ 11 ટન TNTની તાકાતથી વિસ્ફોટ કરે છે અને 150થી 300 મીટરના વ્યાપમાં આવનારી ચીજોને નેસ્તનાબૂદ કરી શકે છે.
અમેરિકાના એક મધર ઓફ ઓલ બોમ્બની કિંમત લગભગ 16 મિલિયન ડોલર એટલે કે 120 કરોડ રૂપિયા છે.
મધર ઓફ ઓલ બોમ્બનો ઉપયોગ અમેરિકાએ અફઘાનિસ્તાનને નરસંહારમાં ISISના સ્થળો પર 2017માં કર્યો હતો. અમેરિકાએ ક્યારેય ન જણાવ્યું કે આનાથી અફઘાનિસ્તાનમાં કેટલા લોકો માર્યા હતા.
2002માં પણ અમેરિકાએ ઓસામા બિન લાદેનને મારવાના નિષ્ફળ પ્રયાસોમાં અફઘાનિસ્તાના તોરા બોરા પહાડો પર પણ લગભગ આવી જ તાકાતવાળા બોમ્બનો ઉપયોગ કર્યો હતો.

અમેરિકના જવાબમાં ચીને બનાવ્યો Xian H-6K

ચીને અમેરિકાના મધર ઓફ ઓલ બોમ્બના જવાબમાં 2019માં Xian H-6K નામનો ઘાતક બોમ્બ વિકસિત કર્યો હતો.
ચીનની સરકારનો દાવો છે કે તેનો Xian H-6K બોમ્બ કોઈપણ બિલ્ડિંગ કે સૈન્ય પ્રતિષ્ઠાનને નષ્ટ કરી શકે છે.

બોમ્બવિસ્ફોટમાં TNTથી શું ખ્યાલ આવે છે?

TNT એટલે કે ટ્રાઈનાઈટ્રોલ્યુઝન એક કેમિકલ છે, જેનો ઉપયોગ વિસ્ફોટક રીતે કરવામાં આવે છે.
TNT ઈક્વિવેલન્ટનો ઉપયોગ બોમ્બવિસ્ફોટથી પેદા થનારી ઊર્જા કે વિસ્ફોટની તાકાત દર્શાવવામાં થાય છે.
આનાથી પરમાણુ બોમ્બ કે મોટા વિસ્ફોટોથી પેદા થનારી એનર્જીને પારંપરિક કેમિકલ વિસ્ફોટક TNTને બરાબર વજનમાં વ્યક્ત કરવામાં આવશે.
ઉદાહરણ માટે 1945માં જાપાનના હિરોશિમા પર ફેંકાયેલા પરમાણુ બોમ્બમાં 64 કિલોગ્રામ યુરેનિયમનો ઉપયોગ થયો હતો, પરંતુ એનાથી પેદા થયેલી એનર્જી 15 કિલો ટન એટલે કે 15 કરોડ કિલો TNTને બરાબર હતી.
ટન TNT એનર્જીનું એક યુનિટ છે, જે TNTના 1000ના વિસ્ફોટથી નીકળારી અંદાજિત એનર્જી છે.

રશિયાનો સૌથી ઘાતક બનશે આફત

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275