PM મોદીની અપીલ પર રશિયાનું યુદ્ધ વિરામ: પાટીલ

PM મોદીની અપીલ પર રશિયાનું યુદ્ધ વિરામ: પાટીલ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને 10થી વધુ દિવસો વીતી ચૂક્યા છે. ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્વદેશ લાવવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા ‘ઑપરેશન ગંગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓ હેમખેમ સ્વદેશ લાવવામાં આવી ચૂક્યાં છે. આ મામલે ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે મોટું નિવેદન આપ્યું છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતની તાકાતનો વિશ્વને પરિચય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ તિરંગાની તાકાત વધારી છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે દેશના જે વિદ્યાર્થીઓ ત્યાં અટવાયા હતા તેમને સલામત રીતે ભારત લાવવા માટે ખાસ કાળજી લેવામાં આવી છે.

વધુમાં પાટીલે જણાવ્યું કે, PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરીને ચાલુ યુદ્ધ રોકાવીને આપણા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ચિંતા કરી હતી. ભારત સરકારે પણ વિદ્યાર્થીઓ પાસેથી એક પર રૂપિયો લીધા વિના તેમને સ્વદેશ પરત લાવી છે.

જણાવી દઈએ કે, યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટે ભારત સરકારે “ઑપરેશન ગંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ મિશન અંતર્ગત રવિવારે જ યુક્રેનના પાડોશી દેશોથી 11 સ્પેશિયલ ફ્લાઈટોમાં 2135 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.

આ બાબતે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે, આ સાથે જ 22 ફેબ્રુઆરીથી, 2022થી સ્પેશિયલ ફ્લાઈટો શરૂ થયાં બાદ અત્યાર સુધીમાં 15,900 કરતાં વધુ ભારતીયોને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી સ્વદેશ પરત લાવવામાં આવી ચૂક્યા છે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.