રશિયન એરલાઇન Aeroflot પર મુકશે પ્રતિબંધ, બ્રિટિશ વડાપ્રધાને રશિયન હુમલાની કરી નિંદા, બ્રિટન યૂક્રેન સાથે…

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને યુક્રેન પર હુમલાને લઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સરમુખત્યાર ગણાવ્યા છે. એટલું જ નહીં તેમણે આ હુમલાને ઘૃણાસ્પદ ગણાવ્યો. બોરિસ જોન્સને જાહેરાત કરી હતી કે બ્રિટન રશિયન એરલાઇન એરોફ્લોટને તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે.
રશિયન બેંકો પર મુકાશે પ્રતિબંધ: જોન્સન યુક્રેન પર હુમલાના વિરોધમાં યુકેની સંસદમાં રશિયા સામે ‘સૌથી મોટા અને સૌથી ગંભીર પ્રતિબંધો’નું પેકેજ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રતિબંધોમાં રશિયન-માલિકીની બેંક VTBની સંપત્તિને ફ્રીઝ કરવાની અને રશિયન બેંકોને યુકેની નાણાકીય વ્યવસ્થામાંથી બહાર રાખવાની પણ મંજૂરી આપી છે.
આ પ્રતિબંધો રશિયાને અસર કરશે: બોરિસ જોન્સન આટલું જ નહીં યુકે સરકારે રશિયન નાગરિકો તેમના યુકે બેંક ખાતામાં જમા કરાવી શકે તે રકમને મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય રશિયા અને ખાનગી કંપનીઓને યુકેમાં ભંડોળ એકત્ર કરવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. બોરિસ જોન્સને કહ્યું કે આ વેપાર પ્રતિબંધો આગામી વર્ષોમાં રશિયાની સૈન્ય, ઔદ્યોગિક અને તકનીકી ક્ષમતાઓને અસર કરશે.
પુતિનના હાથ યુક્રેનના લોકોના લોહીથી રંગાયેલા છેઃ જોન્સને કહ્યું વિશ્વ અને ઈતિહાસની નજરમાં પુતિનની નિંદા થશે. તેઓ ક્યારેય યુક્રેનના લોકોનું લોહી તેમના હાથમાંથી સાફ કરી શકશે નહીં. જોન્સને કહ્યું તે એક લોહીથી ખરડાયેલો હુમલાવર છે. જે ફક્ત વિજયમાં માને છે.
અમે યુક્રેન સાથે ઉભા છીએ: જોન્સને કહ્યું રશિયાની કાર્યવાહી બર્બરતાપૂર્ણ છે. તેમણે કહ્યું કે અમે યુક્રેન સાથે ઉભા છીએ. અમે તેમના લોકો સાથે ઉભા છીએ. તેણે રશિયાના રાષ્ટ્રપતિને સરમુખત્યાર કહ્યા. તેમણે કહ્યું કે રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. ગમે તેટલો સમય લાગે બ્રિટન યુક્રેનની સાથે ઊભું છે. આ હુમલો યુક્રેન પર નથી, પરંતુ સિસ્ટમ પર છે. તે લોકશાહી પર છે. બ્રિટન યુક્રેનની સ્વતંત્રતા, સાર્વભૌમત્વનું સમર્થન કરે છે.