રશિયા-યુક્રેનના યુદ્ધને લીધે ડાયમંડ ઉદ્યોગની ચમક ઝાંખી પડવાના એંધાણ…

રશિયા-યુક્રેનના યુદ્ધને લીધે ડાયમંડ ઉદ્યોગની ચમક ઝાંખી પડવાના એંધાણ…

જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તેની હીરા ક્ષેત્ર પર મોટી અસર પડશે. છેલ્લા બે દિવસથી ઉદ્યોગમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ઠપ્પ થઈ ગઈ છે. રફ ડાયમંડની કિંમતમાં વધારો થવાને કારણે પોલિશ્ડ હીરાની અછત જોવા મળી રહી છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું કે ઊંચા રફ ભાવને કારણે નાના હીરાના વેપારીઓની આવક બંધ છે.

રશિયા-યુક્રેનમાં હાલ યુદ્ધની પરિસ્થિતિ પર સૌ કોઈ નજર લગાવીને બેઠું છે. જોકે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પણ યુદ્ધની આ સ્થિતિને લઈને થોડી ચિંતામાં જરૂર આવી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પરિણામે હીરા ઉદ્યોગને તેની ચમક ગુમાવવાનો વારો આવે તેવી સ્થિતિને લઈને હાલ મૂંઝવણ જોવા મળી રહી છે. વિશ્વના સૌથી મોટા ડાયમંડ કટિંગ અને પોલિશિંગ સેન્ટરના આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિકલ સપ્લાયમાં મોટો વિક્ષેપ અને બજારમાં રફ ડાયમંડના ભાવમાં વધારાની અપેક્ષાએ કામગીરી અટકાવી દીધી છે.

વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ માઇનિંગ કંપની, અલરોસા, રશિયામાં આવેલી છે. પરંતુ હાલ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે સુરત અને ભારત તરફ જતા ડાયમંડ તેમજ જેમ્સ સ્ટોનના પુરવઠામાં વિક્ષેપ પડવાનો ભય ઉભો થયો છે. વધુમાં, ગુજરાતી હીરાના વેપારીઓ દ્વારા નિયંત્રિત લગભગ દસ મહત્વના હીરા ઉદ્યોગો રશિયામાં કાર્યરત છે, અને યુદ્ધ સંકટના પરિણામે હાલ ભારતને પોલિશ્ડ હીરાના પુરવઠાને અસર થશે.

21 જૂનથી, હીરાના ભાવમાં નોંધપાત્ર અસંગતતા જોવા મળી રહી છે, જેમાં રફ ડાયમંડના ભાવમાં 55 ટકાથી 60 ટકાનો વધારો થયો છે અને તેની સામે પોલિશ્ડ હીરાના ભાવમાં માત્ર 15 ટકાથી 30 ટકાનો વધારો થયો છે. એક ડાયમંડ અગ્રણીએ જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધે સેક્ટરમાં મુશ્કેલ પરિસ્થિતી ઉભી કરી છે. અન્ય એક હીરા કંપનીના માલિકે કહ્યું હતું કે, લોજિસ્ટિક્સમાં વિક્ષેપ ઉભો થવાને કારણે, આ યુદ્ધના લીધે ફક્ત સોના અને હીરાની કિંમતને વધુ વધારશે તેવી સંભાવના ઉભી થઇ છે.

તેમજ જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે,તેની હીરા ક્ષેત્ર પર મોટી અસર પડશે. છેલ્લા બે દિવસથી ઉદ્યોગમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ઠપ્પ થઈ ગઈ છે. રફ ડાયમંડની કિંમતમાં વધારો થવાને કારણે પોલિશ્ડ હીરાની અછત જોવા મળી રહી છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું કે ઊંચા રફ ભાવને કારણે નાના હીરાના વેપારીઓની આવક બંધ છે. સોના અને હીરાના ઊંચા ભાવને કારણે ઉદ્યોગમાં ઓર્ડર આધારિત જ કામ કરવામાં આવી રહ્યું છે. બજારમાં પોલિશ્ડ હીરાની અછત છે અને રશિયા-યુક્રેન યુદ્ધ ઉદ્યોગ માટે પરિસ્થિતિને વધુ જટિલ બનાવશે તેવું ડાયમંડ અગ્રણીઓને લાગી રહ્યું છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.