યૂક્રેનમાં રાષ્ટ્રપતિ ભવન પર રોકેટ હુમલો, ઝેલેન્સકીને ત્રણ વખત મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો…

યૂક્રેનમાં રાષ્ટ્રપતિ ભવન પર રોકેટ હુમલો, ઝેલેન્સકીને ત્રણ વખત મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો…

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 10મો દિવસ છે. ભારે તબાહી બાદ પણ બંને દેશો વચ્ચેનું યુદ્ધ અટકતું નથી. રશિયન દળોએ યુક્રેનિયન લશ્કરી ચોકીઓને નષ્ટ કરી દીધી છે અને બાકીના કેટલાક પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. પરંતુ યુક્રેન વારંવાર દાવો કરી રહ્યું છે કે રશિયા તેમના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ નિવાસ પર રોકેટનો એક ભાગ મળી આવ્યો છે. જેને લીધે યૂક્રેન રાષ્ટ્રપતિ પર હુમલાની વાત કહી રહ્યું છે.

રાષ્ટ્રપતિની હત્યાના પ્રયાસનો દાવો: રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ પોતે તેમના નિવાસની બહાર પડેલા આ રોકેટ પર કોમેન્ટ કરી છે. તેમણે કહ્યું કે રશિયા તેનું લક્ષ્ય ચૂકી ગયું.ઝેલેન્સકીએ ફરી એકવાર કહ્યું કે તેમને રશિયા તેમને મારવાનો પ્રયાસ કરી રહ્યું છે.અગાઉ પણ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઝેલેન્સકીને ત્રણ વખત મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ દર વખતે તે કોઈને કોઈ રીતે બચી ગયા. જો કે રશિયા સતત દાવો કરી રહ્યુ છે કે ઝેલેન્સકીએ દેશ છોડી દીધો છે..

રાષ્ટ્રપતિ આવાસની બહાર રોકેટ પડ્યું: એક તરફ જ્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ આવાસની બહાર રોકેટ પડ્યું છે ત્યારે રશિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દેશ છોડીને ચાલ્યા ગયા છે. રશિયાના સ્ટેટ મીડિયા હાઉસ સ્પુટનિકે આ દાવો કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિએ પોલેન્ડમાં શરણ લીધી છે. જો કે યુક્રેન દ્વારા આ દાવાને ફગાવી દેવામાં આવ્યો છે. યુક્રેને કહ્યું છે કે ઝેલેન્સકીએ દેશ છોડ્યો નથી અને તે હજુ પણ યુક્રેનમાં છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275