સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડબ્રેક ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ…

સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડબ્રેક ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ…

દેશના બુલિયન માર્કેટમાં આજે ગુરુવારે 3 માર્ચ 2022 ના રોજ સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે. હકીકતમાં રશિયા વચ્ચેના વિવાદના કારણે વિશ્વભરમાં બુલિયન માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે અને છેલ્લા ઘણા દિવસથી સોનાના ભાવ પચાસ હજાર રૂપિયાના આંકડાને પાર થઈ ગયું હતું અને ચાંદીના ભાવ પણ 67 હજાર રૂપિયા ઉપર અડગ છે.

સોનાની કિંમતમાં આપને જણાવી દઇએ કે ઓલ ટાઇમ હાઇ રેટ કરતા 4800 રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે. મતલબ કે સોનાની કિંમતમાં 4800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નો ઘટાડો થયો છે. આપને જણાવી દઇએ કે સોનું ઓગસ્ટ 2020 માં તેની સર્વકાલીન ઊંચી સપાટી પર પહોંચ્યું હતું.

સોનુ 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે અને બીજી તરફ ચાંદી તેના ઓલ ટાઇમ હાઇ રેટ કરતા લગભગ 12868 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સસ્તી થઈ રહી છે. યુક્રેન પર આક્રમણ બાદ વિદેશી બજારોમાં સોનાની માંગ વધી છે. ન્યુયોર્કના કોમકસ માર્કેટ માં સોનું 1900 ડોલર પ્રતિ ઔંસ વધુના ભાવ ટ્રેડ થઇ રહ્યુ છે.

જયારે ગોલ્ડ સ્પોટ ની કિંમત ઔંસ દીઠ 5 ડોલર ના ઘટાડા સાથે 1903 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો કોમેક્સ 24.41 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો છે.જ્યારે ચાંદી હાજર 24.36 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે. મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.