PSI ની પરીક્ષા પહેલા આ વ્યવસ્થા ખાસ વાંચી લેજો, નહી તો કેન્દ્રમાં ઘુસવું પડી જશે મુશ્કેલ..

PSI ની પરીક્ષા પહેલા આ વ્યવસ્થા ખાસ વાંચી લેજો, નહી તો કેન્દ્રમાં ઘુસવું પડી જશે મુશ્કેલ..

અતુલ તિવારી/ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં હાલ સરકારી ભરતીઓનું મોજુ આવી ચુક્યું છે. અડધુ ગુજરાત તો જાણે સરકારી ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેના પગલે હાલમાં જોક્સ પણ ફરતા થયા છે કે, કોઇ એમ કહે કે દરિયામાં ભરતી આવી છે તો દરિયા કિનારે પણ હજારો યુવાનો એકત્ર થાય તેમ છે. હાલ મોટા પ્રમાણમાં સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. તેવામાં ગુજરાતની સૌથી વધારે પ્રતિક્ષિત પોલીસ ભરતી પૈકીની કાલે PSI એક્ઝામ છે.

આવતીકાલે PSI ની ભરતી માટે પ્રિલિમીનરી પરીક્ષા યોજાવાની છે. અમદાવાદ અને ગાંધીનગર ખાતે પ્રિલિમીનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાંથી કુલ 96 હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે અમદાવાદ ગાંધીનગર ખાતે પહોંચશે. અમદાવાદ શહેરની કુલ 107 શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. રાજ્યભરના 96 હજારથી વધુ ઉમેદવારો PSI ની પ્રિલિમીનરી પરીક્ષા આપશે જે પૈકી અમદાવાદમાં 32 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ગુજરાત પીએસઆઈ રીક્રુટમેન્ટ બોર્ડના ચેરમેન વિકાસ સહાય તરફથી પરીક્ષા અંગે તેમજ ઉમેદવારોને 1 માર્ચથી કોલલેટર ડાઉનલોડ કરવા ટ્વિટ કરીને અગાઉથી જ માહિતી આપી દેવાઇ હતી. PSI ની ભરતી માટેની પરીક્ષાના કોલલેટર ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. કોઈ ગેરરીતી ન થાય તે માટે તકેદારીના પગલે પરીક્ષા કેન્દ્રોમાં CCTV કેમરાથી મોનીટરીંગ કરવામાં આવશે. પરીક્ષાના કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ સેન્ટર ચાલુ નહીં રાખી શકાય.

ગુજરાતમાં પરીક્ષામાં છેલ્લા ઘણા સમયથી બહાર આવી રહેલા કૌભાંડોને ધ્યાને રાખીને સરકાર પણ પોતાની શાખ બચાવવા માટે કોઇ પણ પ્રકારનું કૌભાંડ ન થાય તેવા પ્રયાસો કરી રહી છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસના સ્થળ પર લાઉડ સ્પીકરો વગાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. પરીક્ષા સ્થળ પર ઉમેદવારો મોબાઇલ અને કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જઈ શકાશે નહીં.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.