દિલ્હીમાં ગુજરાતને લઈને રાહુલ ગાંધીની કોંગ્રેસ સાથે બેઠક, 2-3 દિવસમાં મોટા એલાનની સંભાવના…

દિલ્હીમાં ગુજરાતને લઈને રાહુલ ગાંધીની કોંગ્રેસ સાથે બેઠક, 2-3 દિવસમાં મોટા એલાનની સંભાવના…

ગુજરાતમાં આવનાર વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જેને લઈ હવે કોંગ્રેસ પણ સક્રિય થયું છે.

રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસ સંગઠનની બેઠકોનો દોર: ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ હવે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા છે. જેમાં કોંગ્રેનસના સિનિયર નેતાઓ નવા સંગઠન અને વિધાનસભાની ચૂંટણી અંગે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી હતી. તો બીજી તરફ આ બેઠક બાદ પ્રદેશ નવા સંગઠનમાં નવા ચહેરાઓને સ્થાનની શકયતા જોવા મળી રહી છે.

ગુજરાત કોંગ્રેસના સંગઠન માળખા અંગે થઈ ચર્ચા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં હોદ્દેદારોની નિમણૂકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતના પ્રભારી રધુ શર્મા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. જેમાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના નેતાઓએ કુલ બે બેઠકો યોજી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનના મળખા અંગે ચર્ચા થઈ હતી. આ સાથે ચૂંટણી વ્યૂહરચના મુદ્દે પણ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ બેઠકોના દૌર બાદ 2 થી 3 દિવસની અંદર સંગઠનના માળખાની જાહેરાત થઈ શકે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.