પિતાએ પોતાના જ બે માસુમ સંતાનો સાથે આત્મહત્યા કરતા રબારી સમાજ ઘણો ચિંતિત…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મનુસ્ય જીવન ઘણું મૂલ્યવાન છે કહેવાય છે કે મનુસ્ય અનેક યોનિઓ માં જન્મ લીધા બાદ તેને મનુસ્ય યોની માં જન્મ મળે છે. તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિને પોતાનું જીવન ઘણું વાલુ હોઈ છે વ્યક્તિની ઈચ્છા પોતાના જીવનનો પૂરતો આનંદ લેવાની હોઈ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જે રીતે આત્મ હત્યાના વધતા જતા બનાવો અંગે જોઈએ છીએ તે ઘણા ચિંતિત કરી મૂકે તેવા છે.
આત્મ હત્યાના બનાવો વધતા એવું લાગે છે કે જાણે વ્યક્તિનો જીવન માંથી રસ ઉડી ગયો હોઈ અને તેની સહન શક્તિ પુરી થઇ ગઈ ત્યારે જ લોકો આત્મ હત્યા જેવા પગલાં ભારે છે. તેવામાં આત્મ હત્યા ને લઇને આવોજ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક પિતાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે સામુહિક આત્મ હત્યા કરતા પરિવારમાં શૉક નો માહોલ છવાઈ ગયો છે.
તો ચાલો આપણે આ દુઃખદ બનાવ અંગેની વિગતો જાણીએ. મળતી માહિતી અનુસાર આ બનાવ મહેસાણા તાલુકાના શોભાસણ ગામનો છે. અહીં રહેતા એક યુવક કે જેમનું નામ શૈલેષ ભાઈ છે તેમણે આત્મ હત્યા કરી છે. જણાવી દઈએ કે શૈલેષ ભાઈ એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.
તેવાંમાં એક દિવસ શૈલેષ ભાઈ પોતાની બે પુત્રી જે પૈકી એક નું નામ વિસ્વા છે કેજે 7 વર્ષની છે જયારે બીજી દિકરી કે જેનું નામ હેતવી છે કેજે 3 વર્ષની છે તેને ચોકલેટ લેવાના બહાને ઘરની બહાર લઇ ગયા આ સમયે તેમના પત્ની ઘરના કામમાં વ્યસ્ત હતા. જયારે શૈલેષ ભાઈની સૌથી મોટી પુત્રી કે જેનું નામ વિશ્વ છે અને જે 10 વર્ષની છે તે શાળાએ હતી. શૈલેષ ભાઈને પોતાની બહેનને જણાવ્યું કે તે જોટાણામાં સસ્તા કપડાં લેવા માટે જાય છે. તેમ કહી બંને દીકરીઓ સાથે ઘરેથી નીકળી ગયો.
તેવામાં તે ખારાઘોડા કેનાલ પાસે પહોંચ્યો અને બંને પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવીને આત્મ હત્યા કરી જેના કારણે આસ પાસ ના લોકો એકઠા થઇ ગયા અને ઘટના અંગે પોલીસ ને જાણ કરી પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચતા તેમણે તપાસ શરુ કરી અને મૃત દેહને પોસ્ટરમોર્ટમ માટે મોકલ્યા જોકે હાલમાં શૈલેષ ભાઈએ આત્મ હત્યા શા માટે કરી તેના કારણ ને લઈને કોઈ ખુલાસો થયો નથી પોલીસ દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે.