યુક્રેન પર હુમલો કરીને પોતાના જ દેશમાં વિરોધનો સામનો કરી રહ્યા છે પુતિન, 53 શહેરોમાં…

યુક્રેન પર હુમલો કરીને પોતાના જ દેશમાં વિરોધનો સામનો કરી રહ્યા છે પુતિન, 53 શહેરોમાં…

રશિયાના રાષ્ટ્રપતિ ખાલી બહારના દેશોમાં જ નહીં, પણ પોતાના દેશમાં પણ ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે. ગુરૂવારે સાંજે હજારોની સંખ્યામાં મોસ્કોમાં પુશ્કિન ચોક પર હજારો લોકો એકઠા થયા હતા અને યુક્રેન પર હુમલાને લઈને વિરોધ જતાવી રહ્યા છે. ગુરૂવારે સાંજે રશિયામાં લગભગ 53 શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને ‘say no to war’ ના નારા લગાવ્યા હતા. આ તમામ લોકો વાતચીત દ્વારા વિવાદનું સમાધાન લાવવા માટે ભાર આપી રહ્યા છે. રશિયન પોલીસ વિરોધ કરી રહેલા લોકોની ધરપકડ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 1700 લોકોની ધરપકડ કરી છે.

હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા: ગુરૂવારે સાંજે હજારોની સંખ્યામાં રશિયન નાગરિકો રાષ્ટ્રપતિ પુતિનના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધ કરી રહેલા નાગરિકો પુતને હત્યારા પણ કહી દીધા છે. સેંટ પીટર્સબર્ગ રેલીમાં એક યુવાન મહિલાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, મારી પાસે કોઈ શબ્દો નથી, આ શરમજનક છે. અમે શું કહીએ ? અમે ફક્ત શક્તિહીનતા અને દર્દ અનુભવી શકીએ છીએ.

હુમલાની વિરોધમાં પિટિશન શરૂ: એટલું જ નહીં રશિયા દ્વારા યુક્રેનમાં સેના મોકલ્યા બાદ મોસ્કો, સેંટ પીટર્સબર્ગ, સમારા, રિયાઝાન અને અન્ય શહેરોના લોકોને ઓનલાઈન પિટિશન શરૂ કરી છે. જેના પર લાખોની સંખ્યામાં લોકો સાઈન કરી રહ્યા છે. તેમાં રશિયાના મોટા ડોક્ટર વૈજ્ઞાનિક સહિત નગરપાલિકાના મોટા અધિકારી પણ શામેલ છે.

અત્યાર સુધીમાં 1700 લોકોની ધરપકડ: વિરોધ વધતો જોઈને રશિયાની પોલીસે નાગરિકોના વિરોધને દબાવાનું શરૂ કર્યું છે. ડઝનબંધ શહેરોમાં 1700થી વધારે લોકોની ધરપકડ કરી ચુકી છે. મોડી રાતે પોલીસે 900 લોકોને મોસ્કોના પુશ્કિન ચોકમાંથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ સેંટ પીટર્સબર્ગ, સમારા, રિયાઝાન અને અન્ય શહેરોમાં પણ રશિયાની પોલીસે લોકોની ધરપકડ કરી હતી. તેની સાથે જોડાયેલા વીડિયો અને ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.