ઘરના આ સ્થાન પર મૂકી દો મોરપીછ, આવક અને સંપત્તિમાં એટલો બધો વધારો થશે કે ભરાઈ જશે…

ઘરના આ સ્થાન પર મૂકી દો મોરપીછ, આવક અને સંપત્તિમાં એટલો બધો વધારો થશે કે ભરાઈ જશે…

મોરપીંછ ભગવાન શ્રી કૃષ્ણ ને પણ ખુબજ પ્રિય હતું. આપને સૌ જાણીએ છીએ કે મોરપીંછને ભગવાને પોતાના મસ્તક પર સ્થાન આપ્યું છે અને તેથી જ મોરપીંછ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. એ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર માં પણ મોરપીંછ ને એક અલગ અને મહત્વ નું સ્થાન આપવામાં આવ્યું છે. આજે અમે મોરપીંછ ના કેટલાક એવા ખાસ અને અસર કારક ઉપાયો જણાવીશું કે જેનાથી તમારા દામ્પત્ય જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દુર કરવામાં મદદ રૂપ સાબિત થશે.

પૌરાણિક કાળમાં ઋષિમુનિઓ મોરના પીંછાની કલમ બનાવીને મોટા-મોટા ગ્રંથો લખતા હતા. મોરપીંછની ઉપયોગિતાના આ તો થોડાં ઉદાહરણ છે. પણ આપણાં શાસ્ત્રો, ગ્રંથો, વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રોમાં મોરપીંછને આગવું સ્થાન આપવામાં આવ્યું છે. ઘણે ઠેકાણે મોરપીંછનો ઉપયોગ ભગવાનની પૂજા તેમજ પૂજાસ્થળ-નિજમંદિરમાં સાફસૂફી માટે પણ થતો હોય છે. પૂજાસ્થાનમાં રખાયલાં મોરપીંછ સ્થાનની પવિત્રતા પણ વ્યક્ત કરે છે.પરંતુ આસ્થાઅને વાસ્તુશાસ્ત્રની તરાહ પર પોઝિટિવ એનર્જીની પ્રાપ્તિ અને સંવર્ધનની વાત આવે છે, તેમાં મોરપીંછનું આગવું મહત્વ રહેતું આવ્યું છે.

પ્રાચીન કાળથી નજર ઉતારવા અને ભગવાનની મુર્તિ ની સામે વાતાવરણ ને પવિત્ર રાખવા માટે મોરના પીંછાઓનો ઉપયોગ કરવામાં આવે છે વિશ્વમાં ઘણા લોકો છે જે આમાં વિશ્વાસ કરે છે, આજના સમયમાં લોકો તેમના ઘરની સજાવટ માટે મોરના પિછા નો ઉપયોગ કરે છે આની સાથે મોરના પીછાઓનો ઉપયોગ મોહક, સિધ્ધિ, ભૂત ની બાધા, રોગની મુક્તિ, અને વાસ્તુ દોષમાં કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો મોરના પીંછા માથા પર રાખવામાં આવે છે તો તે વિદ્યાની પ્રાપ્તિ થાયછે.

આ સાથે જ ઘરની જુદી જુદી જગ્યાએ મોરના પિછા રાખીને ઘરનો વાસ્તુ દોષ બદલી જાય છે, મોરના પીછા જો તમારા ઘરમાં રાખવામાં આવે તો નવ ગ્રહોના અવરોધોથી બચી શકાય છે, તે ઘરનું વાતાવરણ પણ સકારાત્મક બનાવે છે.

આજે અમે આ લેખ દ્વારા તમને તમારા ઘરમાં મોરના પીછાને કયા ક્યા ખૂણા માં રાખવા જોઈએ જેનાથી તમે તમારી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકો અને ઘરના કયા ખૂણામાં રાખવાથી તમારુ ભાગ્ય ચમકી શકો છે તે વિષે જણાવીશું.

મોરનું નામ આવતા જ દરેકના મનમાં સુંદર દ્રશ્ય નજર આવવા લાગે છે. મોરની સુંદરતાની ચર્ચા જ્યોતિષ શાસ્ત્રમાં પણ કરવામાં આવે છે. કહેવાય છે જો તમે તમારા ઘરમાં મોરનું પીંછુ રાખો છો તો તમારા ઘરમાં અમંગળ ઘટના ટળી જાય છે. આવો જાણીએ મોરપીંછાથી જોડાયેલી ખાસ વાતો.

ચાલો આપણે જાણીએ કે ઘરમાં મોરના પીંછા ક્યાં રાખવા. જો તમે ખૂબ પ્રયત્ન કર્યા પછી પણ સફળતા મેળવી શકતા નથી તો આ માટે તમે તમારા બેડરૂમના દક્ષિણપૂર્વ ખૂણામાં મોરના પીંછા રાખો પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તે તેના પર કોઈએ ની નજર ના પડે. નહિંતર તમને લાભ મળશે નહીં.જો તમે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરવા માંગતા હોય તો આ માટે તમે મોરના પીછાને એવી જગ્યાએ રાખો જ્યાં આવતા જતાં લોકો ની નજર તેના પર પડે જેનાથી નકારાત્મક શક્તિનો નાશ થઈ શકે છે.

તમે તમારા જીવનમાં પૈસા કમાવવા માટે સખત મહેનત કરો છો તમારી પાસે પૈસા છે પરંતુ તમારી પાસે પૈસા વધુ સમય માટે ટકતા નથી કોઈ ને કોઈ ફાલતુ કામો માં ખર્ચાઈ જતાં હોય છે, તમારા ઘરમાં ગરીબાઈ બની રહે છે અને તમારા ઘરમાં પૈસા નો વધારો નથી થતો તો તમારે તમારા મકાનમાં મોરના પીંછાઑને તમે દક્ષિણ-પૂર્વમાં મૂકી દેવા પરંતુ તમારે તેને છૂપાવીને રાખવું જોઈએ જેનાથી કોઈ તેને જોઈ ના શકે, જો તમે આ કરો છો તો આનાથી તમારા પૈસા માં વધારો થવાનું શરૂ થઈ જાઈ છે.

મોરપીંછને ઘરમાં રાખવાથી અનેક પ્રકાની ઘટનાઓ ટળી શકે છે આજ કારણ છે કે ખાસ કરીને લોકો તેમના ઘરમાં મોરપીંછને લગાવીને રાખે છે. જો બની શકે તો દરેક લોકો એ પોતાના ઘરમાં મોરપીંછ રાખવું જ જોઈએ.મોરપીંછ આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને ખતમ કરી દે છે. તમારા ઘરમાં ખુશી રહે છે. તમે ઇચ્છો તો મોર પીંછને પૂજા ઘરમાં પણ રાખી શકો છો. મોરપીંછ દ્વારા ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે.જો તમે તમારી સંપત્તિમાં વધારો કરવા માંગતા હો તો એવું કહેવામાં આવે છે કે જો તમે ઘરની તિજોરીમાં મોરના પીંછા રાખો છો, તો તમારી સંપત્તિ માં સતત વધવા લાગે છે અને તમને આવકનો માર્ગ મળે છે.

ઉપરોક્ત માહિતી માં અમે તમને જણાવ્યુ એ એક ખૂબ અસરકારક ઉપાય માનવામાં આવે છે કારણ કે તમે બધા જાણો છો કે મોર પીંછા ભગવાન શ્રીકૃષ્ણજીનો તાજ શણગાર છે જો તમે મોરના પીંછા તમારા ઘરમાં રાખશો તો તમે તમારી બધી મુશ્કેલીઓથી મુક્તિ મેળવશો. આ તમારી કમનસીબીને સારા નસીબમાં બદલશે તમે તમારા બધા અવરોધોથી છૂટકારો મેળવશો દુષ્ટ શક્તિઓ તમારા જીવનમાંથી નાશ પામશે.

એવી એક માન્યતા પણ છે કેપોતાના ખિસ્સા કે ડાયરીમાં મોરપીંછ રાખવાથી રાહુ દોષની અસર પણ થતી નથી. મોરપીંછને આદરભેર માથા પર ચઢાવવાથી વિદ્યા અને વિનય મળે છે. સરસ્વતી માતાના ઉપાસક અને વિદ્યાર્થી પુસ્તકો વચ્ચે પણ મોરપીંછ રાખીને પણ લાભ મેળવી શકે છે.

જો કોઇને વૈવાહિક જીવનમાં તણાવ ચાલી રહ્યો છે તો તમારા શયનકક્ષમાં મોરપીંછ રાખી દો. તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો નહીં થાય અને પ્રેમ વધશે. બેડરૂમમાં મોરપીંછ રાખવાનો ઉપાય ખુબજ અસર કારક અને ઉપયોગી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.