‘પુષ્પારાજ’ ઝુકેગા નય સાલા, સુરત અને કચ્છમાં પકડાયુ કરોડોનું રક્ત ચંદન, આખા શહેરની પોલીસને દોડતી કરી, ચોખાની બોરીઓ વચ્ચે છુપાવીને…

‘પુષ્પારાજ’ ઝુકેગા નય સાલા, સુરત અને કચ્છમાં પકડાયુ કરોડોનું રક્ત ચંદન, આખા શહેરની પોલીસને દોડતી કરી, ચોખાની બોરીઓ વચ્ચે છુપાવીને…

કચ્છમાં ફરી એકવાર કરોડોની દાણચોરી પકડાઈ છે. અત્યાર સુધી કચ્છમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો, ત્યારે હવે મુન્દ્રા પોર્ટ પર ચોખાની આડમાં ચંદનની દાણચોરી પકડાઈ છે. ચોખાની આડમાં લઈ જવાતા લાલ ચંદનની દાણચોરીનો પર્દાફાશ થયો છે. DRI એ બુધવારે મોડી રાત સુધી તપાસ કરી રક્ત ચંદનના 177 લોગ્સ કબ્જે કર્યા છે. કુલ 5.4 ટન લાલ ચંદનની દાણચોરી ઝડપાઈ છે, જેની આંતરરાષ્ટ્રી બજારમાં 3 કરોથી વધુની કિંમત છે. લુધિયાણાથી આવેલું કન્સાઈમેન્ટ દુબઈ જવાનું હતું, તે પહેલા જ પકડાયુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે સાંજે ડિરોક્ટરેટ ઓફ રેવન્યુ દ્વારા મુન્દ્રા પોર્ટ પર તપાસ હાથ ધરાઈ હતી. જેમાં લુધિયાણાથી દુબઈ જઈ રહેલા એક્સપોર્ટના કન્ટેનટરને તપાસવામાં આવ્યુ હતું. આ કન્ટેનરમાં ચોખા હોવાનું ડિકલેરેશન અપાયુ હતું. પરંતુ બાતમી મળી હતી કે, ચોખાની જગ્યાએ કિંમતી વસ્તુ દુબઈ લઈ જવાઈ રહી છે. ત્યારે ડીઆરઆઈની ટીમે તપાસ કરતા મોટો પર્દાફાશ થયો હતો. ચોખાની બોરીઓ વચ્ચે રક્ત ચંદનના ટિમ્બર લોગ્સ છુપાવાયા હતા. જે જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

ડીઆઈરઆઈની ટીમે તમામ ચોખાની બોરીઓમાં મોડી રાત સુધી તપાસ ચાલાવી હતી. જેમાં કુલ 177 રક્ત ચંદનના લોગ્સ મળી આવ્યા હતા. જેનુ વજન 5.4 ટન હતું. આ રક્ત ચંદનની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 3 કરોડ જેટલી થાય છે.

ડીઆરઆઈની ટીમે વધુ તપાસ કરતા જાણવા મળ્યુ કે, આ કન્ટેનર લુધિયાણાથી દુબઈ જવાનુ હતું. રેલવે માર્ગથી કન્ટેનર મુન્દ્રા પોર્ટ આવ્યુ હતું, જે આગળ દુબઈ લઈ જવાનુ હતું. આમ, રક્ત ચંદનની કરોડોની દાણચોરીનો પર્દાફાશ થયો છે.

ગઈકાલે સુરતમાં પકડાયુ લાલ ચંદનસુરત શહેરમાં પણ એક ખેડૂત બારોબાર ચંદનના લાકડા વેચાણ માટે જતા એટીએસ અને એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં પુણા કુંભારીયાના એક મકાનના પાર્કિંગ માંથી પોલીસે 548 કિલો ચંદનના લાકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત 3 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. ખેડૂત ને આ ચંદનનું લાકડું 600 રૂપિયામાં પડતું હતું અને તેની બજાર કિંમત રૂ 1500 હતી. જેથી વધુ રૂપિયા મળવાની લાલચમાં આ ચંદનના લાકડા બહાર વેચવાની ફિરાકમાં હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. આ બનાવમાં પોલીસે રૂ. 25 લાખની કિંમતના 538 કિલો ચંદનના લાકડાનો જથ્થો કબજે કર્યો હતો.

લ્મ ‘પુષ્પા’ ની જેમ સુરત શહેરમાં પણ એક ખેડૂત બારોબાર ચંદનના લાકડા વેચાણ માટે જતા એટીએસ અને એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં પુણા કુંભારીયાના એક મકાનના પાર્કિંગ માંથી પોલીસે 548 કિલો ચંદનના લાકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત 3 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એટીએસની ટીમને બાતમી મળી હતી કે સુરતના પુણા કુંભારીયા સ્થિત ટેકરા ફળિયાના એક મકાનના પાર્કિંગમાં ચંદનનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જે બાતમીના આધારે એટીએસ, સુરત એસ.ઓ.જી અને વનવિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસને મોટા જથ્થામાં ચંદનના લાકડા મળી આવ્યા હતા.

પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાના નામ વિનોદ પટેલ, ધીરુ આહીર અને વિજય ભરવાડ જણાવ્યું હતું. વિનોદનું ફાર્મ હાઉસ કામરેજ નજીક આવેલ છે, જ્યાં તેને ચંદનના વૃક્ષો વાવ્યા છે. વિનોદ ભાઈ એ આ ચંદનના લાકડા વેચવા માટે કોઈ સરકારી પરવાનગી લીધી નથી, તેમ છતાં આ ચંદનના લાકડાનો બારોબાર વહીવટ કરવાની ફિરાકમાં હતો. ખેડૂત ને આ ચંદનનું લાકડું 600 રૂપિયામાં પડતું હતું અને તેની બજાર કિંમત રૂ 1500 હતી. જેથી વધુ રૂપિયા મળવાની લાલચમાં આ ચંદનના લાકડા બહાર વેચવાની ફિરાકમાં હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

આ બનાવમાં પોલીસે રૂ. 25 લાખની કિંમતના 538 કિલો ચંદનના લાકડાનો જથ્થો કબજે કર્યો હતો. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જો આ ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવશે મસમોટું કૌભાંડ બહાર આવશે તેવી શકયતા વ્યક્ત કરાઈ છે.

ગુજરાત એ.ટી.એસએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે સુરતના પૂણા વિસ્તારમાં આવેલ કુંભારીયા ગામે વિનોદભાઈ સોમાભાઈ પટેલના ઘરમાં વગર પાસ પરમીટનો રક્ત ચંદનના લકડાનો જથ્થો ગેરકાયદેસર રીતે છૂપાવી રાખવામાં આવ્યો છે. એ.ટી.એસ ગુજરાતના પોલીસ ઈન્સ્પેક્ટર વાય. એમ ગોહિલ તથા સુરત શહેર SOG તથા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની સંયુક્ત ટીમે રેડ કરી 25 લાખની કિંમતના 570 કિલોગ્રામનો વગર પાસ પરમીટવાળો રક્ત ચંદનના લકડાનો જથ્થો રીકવર કર્યો હતો.

સુરતના પુણા વિસ્તારમાં ATSના અધિકારીઓએ બાતમીના આધારે રેડ કરી હતી. એટીએસે દરોડો પાડી લગભગ 518 કિલો જેટલા ચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં ATSએ સુરત SOG સાથે રાખી સંયુક્ત ઓપરેશન કર્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ ચંદનના લાકડા સાથે બે વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ચંદન વેચાણ માટે સ્ટોર કરાયાની આશંકાATS અને સુરત SOGની દરોડાની કાર્યવાહીમાં પોતાના જ ખેતર કે વાડીના ચંદનના ઝાડ કાપી વેચવા માટે જથ્થો સ્ટોર કરાયો હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ બે વ્યક્તિઓની અટક સાથે પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

વનવિભાગની મદદ લેવાઈચંદનના જથ્થા પર દરોડા કરીને બે વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે. પકડાયેલું લાકડું ચંદનનું જ છે કે કેમ તે જાણવા માટે વન વિભાગના અધિકારીઓની મદદ પણ લેવાઈ છે. પુનિત નૈય્યર (ડીએફઓ-સુરત)એ જણાવ્યું હતું. પુણા ગામમાંથી ટોટલ 23 નંગ ચંદનના લાકડા એટલે 518 કિલો માલ જપ્ત કર્યો છે. હવે સેમ્પલ એગ્રીકલચર યુનિવર્સીટીમાં મોકલીશું. જેનાથી ઓઇલ કન્ટેન્ટ અને સેમ્પલ વેરીફાય થશે, ગ્રામ્ય વિસ્તારમાંથી જ કપાયા છે. હવે ત્યાં જઈ તપાસ કરીશું અને ક્યાં વેચાણ કરવાના હતા. તેની આગળ તપાસ કરીશું.

બાતમીના આધારે 24 લાખની કિંમતનું રક્ત ચંદન જપ્તગુજરાત એ.ટી.એસએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે સુરતના પૂણા વિસ્તારમાં આવેલ કુંભારીયા ગામે વિનોદભાઈ સોમાભાઈ પટેલના ઘરમાં વગર પાસ પરમીટનો રક્ત ચંદનના લકડાનો જથ્થો ગેરકાયદેસર રીતે છૂપાવી રાખવામાં આવ્યો છે. એ.ટી.એસ ગુજરાતના પોલીસ ઈન્સ્પેક્ટર વાય. એમ ગોહિલ તથા સુરત શહેર SOG તથા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની સંયુક્ત ટીમે રેડ કરી 25 લાખની કિંમતના 570 કિલોગ્રામનો વગર પાસ પરમીટવાળો રક્ત ચંદનના લકડાનો જથ્થો રીકવર કર્યો હતો.

માત્ર એક જ વૃક્ષ કાપતાં 570 કિલો ચંદનના લાકડાં મળ્યાં, ફાર્મમાં હજુ પણ 16 વૃક્ષો છે100 વીંધાના આ ફાર્મહાઉસ માત્ર એક ચંદનનું ઝાડ કાપ્યું હતું. જેમાં 570 કિલો લાકડાં મળી આવ્યાં હતાં. જ્યારે આ જ ફાર્મહાઉસમાં હજુ ચંદનના 16 વૃક્ષો છે. જેની કિંમત કરોડોમાં થાય છે. ATSએ ફાર્મહાઉસની દેખરેખ રાખતા વિનોદ પટેલની પૂછપરછ કરી હતી. જેમાં તેણે એવું રટણ કર્યું કે ચંદનના આ વૃક્ષો 20 વર્ષ પહેલાં મૂળ માલિકે જમીનમાં વાવેલા હતા. આમ પણ ચંદનના વૃક્ષોને ઉછેર કરવામાં ખાસ્સા વર્ષ લાગી જાય છે.

કામરેજના ફાર્મમાં મુંબઈ-સુરતના 3 ભાગીદારકામરેજના શામપુરાગામે 100 વીંઘામાં ફાર્મ હાઉસમાં 2 ભાગીદારો મુંબઈમાં અને 1 સુરતનો છે. ખેતી સહિતની જવાબદારી વિનોદ સોમા પટેલને સોંપાઈ હતી. ફાર્મમાં 6થી 7 હજાર વૃક્ષો છે. જેમાં કાજુ, આબાં, સાગ અને ચંદનના વૃક્ષો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275