રાજ્યમાં 6 માર્ચના રોજ લેવાશે PSI ભરતીની પરીક્ષા, કેટલા ઉમેદવારો રહેશે હાજર, જાણો સમગ્ર માહિતી…

રાજ્યમાં 6 માર્ચના રોજ લેવાશે PSI ભરતીની પરીક્ષા, કેટલા ઉમેદવારો રહેશે હાજર, જાણો સમગ્ર માહિતી…

અમદાવાદ: ગુજરાતમાં આગામી માર્ચના રોજ PSI ભરતીની પરીક્ષા યોજોવાની છે. જેમાં રાજ્યભરમાંથી 96 હજારથી વધુ ઉમેદવારો પીએસઆઈની ભરતીની પરીક્ષા આપશે.આ પરીક્ષા માટે અમદાવાદ શહેરની 107 શાળાઓને પરીક્ષા કેન્દ્રમાં ફેરવવામાં આવ્યા છે. જેમાં 32 હજાર કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. સમગ્ર રાજ્યમાંથી આ પરીક્ષા માટે 96 હજાર કરતા વધુ ઉમેદવારો ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર PSIની પરીક્ષા માટે શાળાઓને તૈયારી પૂર્ણ કરવા માટે સૂચના અપાઈ છે. જે કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે તે તમામ કેન્દ્રોમાં સીસીટીવી કેમરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે.

6 માર્ચના રોજ લેવાશે પરીક્ષા
પ્રાપ્ત માહિતી અનુસાર પરીક્ષા માટે શાળાઓને કેન્દ્ર બનાવ્યા હોવાથી 6 માર્ચના રોજ અમદાવાદ જિલ્લા શિક્ષણધિકારીની મંજૂરી વગર કોઈ એજન્સીને પરીક્ષા કેન્દ્ર ફાળવવાના રહેશે નહીં તેવી પણ સૂચના ડીઈઓ દ્વારા આપવામાં આવી છે. પરીક્ષા માટે એક સ્કૂલમાં સરેરાશ 10 વર્ગોમાં પરીક્ષા લેવાશે. જેમાં એક વર્ગમાં 30 ઉમેદવારોને બેસાડાશે. આમ એક કેન્દ્ર પર સરેરાશ 300 ઉમેદવારો પરીક્ષા આપે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાંથી કુલ 32490 ઉમેદવારો પીએસઆઈની પરીક્ષા આપનાર છે. પીએસઆઈની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 96 હજાર કરતા વધુ ઉમેદવારો હાજર રહેશે તેવું જાણવા મળ્યું છે. પરીક્ષાને લઈને રાજ્યના તમામ જિલ્લાઓને પરીક્ષા કેન્દ્રો ફાળવાની કાર્યવાહી પણ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 3 ડિસેમ્બરથી PSIની સંવર્ગની શારીરિક કસોટી લેવામાં આવી હતી. શારીરિક કસોટીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારોએ સરકારી નોકરી મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન ઉમેદવારો માટે 15 કેન્દ્રો પર શારીરિક કસોટી યોજવામાં આવી હતી. આ કસોટીઓ પૂર્ણ થતાં ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જો કે, આ અંગે કેટલાક ઉમેદવારોએ વાંધા અરજી પણ કરી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.