સાથે જીવવા-મરવાના વચન થયા પુરા, CRPF જવાનનો મૃતદેહ ઘરે પહોચે તે પહેલા જ પત્નીએ ગળાફાંસો ખાઈ લીધો…

સાથે જીવવા-મરવાના વચન થયા પુરા, CRPF જવાનનો મૃતદેહ ઘરે પહોચે તે પહેલા જ પત્નીએ ગળાફાંસો ખાઈ લીધો…

હાલમાં છત્તીસગઢના બિલાસપુરના રહેવાસી CRPF જવાને ગઢચિરોલીમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાનો ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. ઘટના સમયે તે તેની પત્ની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે પોતાને ગોળી મારી દીધી. અહીં, ગોળીઓનો અવાજ સાંભળીને પત્નીએ પણ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના પચપેડી પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

કુકુરડીકેરાના રહેવાસી ચંદ્રભૂષણ જગત (25) CRPF 113 બટાલિયન ગઢચિરોલીમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. ત્રણ મહિના પહેલા તેના લગ્ન સરકંડાના લોધીપરામાં રહેતી યામિની જગત (22) સાથે થયા હતા. લગ્ન બાદ બંને થોડા જ દિવસ સાથે રહ્યા હતા અને ત્યારબાદ ચંદ્રભૂષણ પોતાની ફરજ પર ગઢચિરોલી પરત ફર્યા હતા.

આ અંગે પચપેડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રવીણ સિંહ રાજપૂતનું કહેવું છે કે, પતિ-પત્ની વચ્ચે મૃત્યુનું અંતર ફક્ત 2 થી 5 મિનિટનું છે. તેમણે જણાવ્યું કે, અમે ગઢચિરોલીમાં CRPF અધિકારીઓ સાથે વાત કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, જવાનનું મોત સવારે 8:05 થી 8 મિનિટની વચ્ચે થયું હતું. જ્યારે 8:10 થી 15 મિનિટની વચ્ચે તેમની પત્નીનું મૃત્યુ થયું હતું. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બંને પતિ-પત્ની ફોન પર વાત કરી રહ્યા હતા અને આ દરમિયાન બંનેએ આત્મહત્યા કરી લીધી છે.

જાણવા મળ્યું છે કે, ગુરુવારે સવારે બંને ફોન પર વાત કરી રહ્યા હતા. થોડીવાર વાત કર્યા બાદ ચંદ્રભૂષણ જગતે પોતાને ગોળી મારી દીધી. ગોળી વાગવાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પતિનો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. ત્યારબાદ તેની પત્ની યામિનીએ પણ ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

ઘટના સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાનું જાણવા મળ્યું છે. યુવકના માતા-પિતા ખેતરે ગયા હતા. તે જ સમયે તેનો ભાઈ પ્રવીણ તેની નાની બહેનને શાળાએ મૂકવા ગયો હતો. જ્યારે પ્રવીણ ઘરે પરત ફર્યો ત્યારે યામિની ફાંસીએ લટકતી હતી. બાદમાં તેણે આ અંગે તેના માતા-પિતાને જાણ કરી હતી. જ્યારે તેણે તેના ભાઈને ફોન કર્યો, ત્યારે કોઈએ જવાબ આપ્યો નહીં. થોડા સમય પછી સીઆરપીએફના અધિકારીઓએ પ્રવીણને તેના ભાઈની આત્મહત્યા વિશે જાણ કરી.

આ ઘટનાની માહિતી ગઈકાલે સાંજે સામે આવી છે. મૃત્યુ બાદ લાશને પીએમ માટે લાવવામાં આવી હતી. CRPF જવાનો શનિવારે સવારે જવાનના મૃતદેહને લઈને તેના વતન ગામ પહોંચ્યા હતા. ત્યારબાદ આજે બંનેના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે, પતિ-પત્નીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજી અકબંધ છે. હાલ સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કોલ ડિટેલ્સ પણ ચેક કરવામાં આવી રહી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.