સુરતનું ગૌરવ, આ દીકરીએ CA ફાઇનલ પરીક્ષામાં ટોપ કરી ગુજરાતનું નામ રોશન કર્યું…

સુરતનું ગૌરવ, આ દીકરીએ CA ફાઇનલ પરીક્ષામાં ટોપ કરી ગુજરાતનું નામ રોશન કર્યું…

CA ફાઈનલ પરીક્ષાનું પરિણામ ગઈ કાલે એટ્લે કે ગુરુવારે જાહેર કરવામાં આવ્યું છે.જેમાં સુરતની દીકરી રાધિકા બેરીવાલે સમગ્ર દેશભરમાં પરિવાર-સમાજની સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે.આ પહેલા પણ રાધિકા બેરીવાલે આઈપીસીસીની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં બીજો ક્રમ મેળવ્યો હતો.

સુરતની રાધિકા બેરીવાલે ૮૦૦ માંથી ૬૪૦ માર્કસ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યુ છે.આટલા માર્કસ તો છેલ્લા ૨૦ વર્ષમાં સુરતમાં કોઈ વિદ્યાર્થીએ મેળવ્યા નથી,આ એક રેકોર્ડ છે.

રાધિકાએ જણાવ્યુ કે,ઇન્ટરમીડિએટમાં બીજો રેન્ક આવ્યા બાદ મે મારી મહેનત ચાલુ રાખી હતી.હું મારા માતા-પિતાની મહેનતના કારણે જ આ પરીક્ષા પાસ કરી શકી છું.તેમના આશીર્વાદ હર હંમેશ મારી સાથે હતા.માટે દરેક વિદ્યાર્થીને કહેવા માંગુ છું કે,તમારી સખત મહેનત તમને જરૂર સફળ બનાવશે,માટે દરેક વિદ્યાર્થીએ પોતાના પર ભરોસો રાખવો જોઈએ.

જણાવી દઈએ કે, ઓલ ઇન્ડિયા લેવલે ન્યૂ કોર્સનું પરિણામ ૧૫.૩૧ ટકા છે.દેશમાં ૨૮,૯૮૮ વિદ્યાર્થીઓમાંથી ૪,૪૩૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે.ટોપ ૫૦ ની વાત કરીએ તો અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ સામેલ છે.જેમને સમગ્ર ગુજરાતનો ડંકો વગાડયો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.