ગરીબ માતા પિતાને દીકરીની સારવાર માટે લાખો રૂપિયાની જરૂર હતી, એક યુવકે ફક્ત એક જ અઠવાડિયામાં પોતાની મહેનતથી દીકરીને નવું જીવનદાન આપ્યું…

આજના જમાનામાં દરેક લોકો સ્વાર્થી બનીને જીવવાનું શરૂ કરી દીધું. લોકોમાં લાગણી ઓછી થઇ રહી છે. એવામાં એક ખુબજ સરસ ઘટના સામે આવી રહી છે. જેમાં એક યુવકે પોતાની મહેનત અને પ્રયાસથી એક ૧૦ મહિનાની દીકરીને નવું જીવનદાન આપવાની કોશિશ કરી છે.
આ મદદ કરીને તે યુવકે સાબિત કરી દીધું છે કે આજે પણ લોકોમાં માનવતા જીવીત છે.ગરીબ માતા પિતાની નવજાત દીકરીને ખુબજ ગંભીર બીમારી હતી. જેની માટે તેને લાખો રૂપિયાના ઓપરેશનની જરૂર હતી.
માતા પિતા ખુબજ ગરીબ હોવાથી તે દીકરીની સારવાર કરાવી શકે તેમ નથી માટે તે દીકરી માટે મદદ માંગી રહ્યા હતા. પિતા મજૂરી કામ કરે છે માટે તેમની એટલી કમાણી નથી કે તે પોતાની દીકરીની સારવાર કરી શકે.
નાની દીકરી આખો દિવસ ખુબજ પીડા સહન કરે છે. હંમેશા તેને હાથમાં પકડીને જ રાખવી પડે છે. તેને નીચે સીધી સુવડાવી પણ નથી શકાતી. આજે દીકરી ૧૦ મહિનાની છે અને તે ૧૦ મહિનાથી ખુબજ તકલીફમાં પોતાનું જીવન જીવી રહી છે.
તો આ યુવકથી દીકરીનું દુઃખના જોયું જવાયુ અને તેને નક્કી કર્યું હું આ દીકરીને મદદ કરીને જ રહીશ.તો યુવકે દીકરીના ઓપરેશન માટે લગભગ ૯ લાખ રૂપિયાની જરૂર હતી.
પણ આ ગરીબ માતા પિતા ક્યાંથી આ રૂપિયા લાવે માટે યુવકે સોસીયલ મીડિયાના માધ્યમથી દીકરી માટે પૈસા એકત્ર કરવાનું શરૂ કરી દીધું અને ફક્ત એક જ અઠવાડિયામાં યુવાએ દીકરીની સારવાર માટે ૯.૫૦ લાખ રૂપિયા ભેગા કરી દીધા. અને જયારે તેને આ પૈસા દીકરીના માતા પિતાને આપ્યા તો તેમની આંખોમાં આંસુ આવી ગયા અને યુવકના પગે પડીને તેનો આભાર માન્યો.