પોલીસે 11 દિવસમાં 2500 પેજની ચાર્જશીટ દાખલ કરી, ફેનીલ બોલ્યો- ગુનો કબૂલ નથી…

સુરત શહેરના પાસોદરામાં ગ્રીષ્મા નામની યુવતીની ફેનિલે હત્યા કર્યા બાદ આખા રાજ્યમાં એના પડઘા પડ્યા હતા. જે મામલે હવે સુરત પોલીસે આ કેસમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરી દીધી છે. આ કેસમાં સાક્ષીઓની ફરીથી જુબાની લેવામાં આવશે. સુરતની ફાસ્ટ્ર ટ્રેક કોર્ટમાં આ કેસની સુનાવણી થશે. વેલેન્ટાઇન્સ ડેના બે દિવસ પહેલા જ એટલે કે 12 ફેબ્રુઆરીએ આ કરપીણ હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં હત્યારા ફેનીલને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યાર બાદ કોર્ટ ચુકાદો આપશે. સુરતની કોર્ટમાં કેસ ટ્રાન્સફર થયા બાદ વધુ સુનાવણી થશે આ માટે પોલીસે પણ તૈયારીઓ કરી દીધી છે. સુરત પોલીસે ગણતરીના દિવસોમાં આ કેસની ચાર્જશીટ રજૂ કરી છે. આ કેસમાં સરકારી વકીલ પ્રદીપ સથવારે જણાવ્યું હતું કે ચાર્જશીટની કાર્યવાહી થઈ છે ચાર્જ સીટ મળી છે હવે કોર્ટમાં સુનાવણી થશે. પહેલા જ્યારે ફેનિલને પૂછવામાં આવ્યું ત્યારે તેણે ગુનો કબૂલવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. પછી ચલાવવા પર કમિટમેન્ટ થયું હતુ. એના તરફથી વકીલ રોકવા માટે કોઈ છે નહીં તેથી સરકાર તરફથી વકીલ કેસ લડે એવી મંજૂરી મળી હતી.
આરોપી ફેનીલને કોર્ટમાં રજૂ કરાયો હતો ત્યારે ગુનો કબૂલ કરવાની ના પાડી હતી. સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જેમાં હવે તેને સરકારી વકીલ મળ્યા હતા. આ ગુનામાં તેણે ગુનાની કોઈ બાહેંધરી લીધી નથી. હવે તેને સુરતની લાજપોર જેલ લઈ જવામાં આવશે. આ કેસમાં સુરત પોલીસે ગણતરીના દિવસોમાં તમામ સાક્ષી અને પુરાવાઓ ભેગા કરી કામગીરી કરી હતી જેના કારણે આરોપીને ટૂંક સમયમાં જ કોર્ટમાં રજૂ કરી દેવાયો હતો.
જોકે હવે 2500 પાનાની ચાર્જશીટ તૈયાર થઈ જતા કોર્ટમાં સુનાવણી થશે. આ હત્યા કેસ એ આખા ગુજરાતમાં પડઘા પડ્યા હતા સુરત પોલીસે ગણતરીના દિવસોમાં કાયદેસરના પગલાં લીધા છે. સુરત પોલીસે હત્યાની તપાસ કરતા આરોપી ફેનીલને જુદી જુદી રીતે પૂછપરછ કરી હતી. સુરત પોલીસે આ કેસમાં નજરે જોનારા તમામ લોકોના ઘરે જઈ નિવેદન લીધા છે જેમાંથી કેટલાકના નિવેદન સાક્ષી તરીકે કોર્ટમાં રજૂ કરાશે. કાયદાના નિયમ અનુસાર આરોપીની પૂછપરછ કરવામાં આવતી