ભક્તોની આરાધનાથી ખુશ થઇને ભગવાને ખોલી દીધી આંખો! મંદિરમાં થયો ચમત્કાર…

ભક્તોની આરાધનાથી ખુશ થઇને ભગવાને ખોલી દીધી આંખો! મંદિરમાં થયો ચમત્કાર…

કેરળ એટલે દક્ષિણ ભારતનું સ્વર્ગ. કેરળમાં ભાગ્યેજ એવી કોક જગ્યા હશે જે જોવાં જેવી ના હોય.નદી ઝરણાઓ, અરબી સમુદ્ર બેકવોટર,પશ્ચિમ ઘાટ,કિલ્લાઓ,મહેલો,બીચો,ચર્ચો અને મંદિરો અને એટલાં જ માટે કેરળને દેવોની પોતાની ભૂમિ કહેવાય છે.કેરળ એની નૈસર્ગિકતા માટે જગપ્રસિદ્ધ છે.કુદરત તો એની જ એમ છાતી ઠોકીને અવશ્ય કહી શકાય. કુદરતે એણે વરદાન આપવામાં કશી જ પાછી પાની નથી કરી એમ ચોક્કસપણે કહી જ શકાય.કેરળ એનાં મંદિરો માટે પણ જગવિખ્યાત છે.અતિ પ્રસિદ્ધ અને અતિ સમૃદ્ધ એવું પદ્મનાભ સ્વામી મંદિર ગુરુવાયુરનું મુરુગન મંદિર અનંથપુર સરોવર મંદિર એવાં ઘણાં ઘણાં જાણીતાં મંદિરો છે.

કેરળના કોઈમ્બતુરમાં એક ચમત્કાર જેવી ઘટના સામે આવી છે. લોકોનો દાવો છે કે કોઈમ્બતુરમાં ભગવાન અયપ્પાની મૂર્તિની આંખો ખુલી અને બંધ થઈ.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં હાજર લોકોએ આ ચમત્કારિક ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.પરંતુ આ ઘટનાને લગતો કોઈ વીડિયો હજુ સુધી સોશિયલ મીડિયા પર જોવા મળ્યો નથી.એવા સમાચારો પણ સામે આવ્યા છે કે ભગવાનની મૂર્તિ પૂજા સ્થાન કે મંદિરમાં દૂધ પીવા લાગી કે મૂર્તિમાંથી અવાજ આવવા લાગ્યો છે.રિપોર્ટ્સ અનુસાર કેરળના કોઈમ્બતુરમાં કંઈક આવું જ થયું છે.લોકોએ દાવો કર્યો કે મૂર્તિની આંખો ખુલી અને બંધ થઈ રહી છે.આ ઘટના ત્યારે બની જ્યારે મૂર્તિ પર ઘીનો અભિષેક કરવામાં આવી રહ્યો હતો.

અભિષેક દરમિયાન મૂર્તિએ તેની આંખો ખોલી દીધી.પીટીઆઈના રિપોર્ટમાં કથિત વીડિયો અને તેના પર લોકો દ્વારા કરવામાં આવી રહેલા દાવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શનિવારે અહીં સ્થિત મણિકંદસ્વામી મંદિરમાં પૂજા થઈ રહી હતી. આ પૂજામાં 3000 થી વધુ ભક્તો જોડાયા હતા. એવું કહેવામાં આવ્યું છે કે મંદિરમાં 40મી વાર્ષિક પૂજા થઈ રહી હતી. આ દરમિયાન અયપ્પા સ્વામીની મૂર્તિ પર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો.

મૂર્તિને વિશેષ પુષ્પાંજલિ સાથે વૃદ્ધ ભક્તોએ તેના પર રિવાજ મુજબ ઘી રેડ્યું અને ત્યારે જ મૂર્તિની આંખો ખુલી. આંખો ખોલ્યા પછી તે પણ બંધ થઈ ગઈ.અહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં હાજર લોકોએ આ ચમત્કારિક ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.ત્યાં હાજર લોકોએ કહ્યું કે મૂર્તિએ ચારથી વધુ વખત આંખો બંધ કરી અને ખોલી. જેને પણ આ ઘટનાની જાણ થઈ તે ઘટનાના પ્રત્યક્ષદર્શી બનવા મંદિરે પહોંચી ગયા. આ ઘટના બાદ મંદિરમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.