સુરતનાં બુલેટ ટ્રેનનાં સ્ટેશનની તસ્વીરો સામે આવી , એરપોર્ટને પણ પાછળ છોડી દે તેવું બનશે સુરતનું રેલ્વે સ્ટેશન…

સુરતનાં બુલેટ ટ્રેનનાં સ્ટેશનની તસ્વીરો સામે આવી , એરપોર્ટને પણ પાછળ છોડી દે તેવું બનશે સુરતનું રેલ્વે સ્ટેશન…

સુરતનાં બુલેટ ટ્રેનનાં સ્ટેશનની તસ્વીરો સામે આવી છે. તસ્વીરોમાં જોવા મળે છે કે સ્ટેશનનું દ્રશ્ય કેટલું શાનદાર હશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની વધારેમાં વધારે સ્પીડ ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાક હશે અને વધારેમાં વધારે પરિચાલન ગતિ ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાક રહેશે. રેલ્વે રાજ્યમંત્રી દર્શન જરદોશ એ સ્ટેશનની તસ્વીરો ટ્વીટ કરતા ખુલાસો કર્યો હતો કે તેનો અંદરનો ભાગ એક ચમકતા હીરા જેવો હશે.

ભારતની પહેલી બુલેટ ટ્રેન પરિયોજના માટે ગુજરાતનાં સુરતમાં પહેલું સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે. સ્ટેશનની પહેલી ઝલક આખરે સામે આવી ગઈ છે. રેલ્વે રાજ્યમંત્રી દર્શન જરદોશ એ ગુરુવારે સ્ટેશનની તસ્વીર ટ્વીટ કરતા ખુલાસો કર્યો કે તેની અંદરનો ભાગ એક ચમકતા હીરા જેવો હશે. તેમણે લખ્યું કે સુરતનાં બુલેટ ટ્રેનનાં સ્ટેશનની પહેલી ઝલક તમારી સાથે પણ શેર કરું છું.

અત્યાધુનિક મલ્ટીલેવલ સ્ટેશનનો આ બહારનો ભાગ હશે અને સ્ટેશનનો અંદરનો ભાગ એક ચમકતા હીરા જેવો હશે. તમારા બધા માટે સુરતનાં બુલેટ ટ્રેનનાં સ્ટેશનની પહેલી ઝલક છે. સુરતનું આ સ્ટેશન અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન રુટ વચ્ચે તૈયાર થવા વાળુ ભારતનું પહેલું સ્ટેશન હશે. કોરિડોરમાં સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી, બીલીમોરા, ભરૂચ, મુંબઇ, ઠાણે, વિરાર, બોઈસર, વાપી સ્ટેશનોમાં ૧૨ સ્ટેશન સામેલ થશે.

અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ ટ્રેન પરિયોજના મહારાષ્ટ્રનાં મુંબઈ અને ગુજરાતનાં અમદાવાદની વચ્ચે મુસાફરીનાં સમયને સીમિત સ્ટોપ સાથે ઘટાડીને ૨.૦૭ કલાક અને દરેક સ્ટેશન પર રોકાવા છતાં પણ ૨.૫૮ કલાક કરી દેશે. બુલેટ ટ્રેન જાપાની શિંકાનસેન ટેકનોલોજી પર ચલાવવામાં આવશે, જે સમગ્ર દુનિયામાં પોતાની વિશ્વસનીયતા અને સુરક્ષા સુવિધા માટે જાણીતું છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની સ્પીડ ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાક રહેશે અને પરિચાલન સ્પીડ ૩૨૦ કિ.મી પ્રતિ કલાક રહેશે.

લગભગ ૫ વર્ષ પહેલા સપ્ટેમ્બર વર્ષ ૨૦૧૭ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાની પી.એમ. શિંજો આબે સાથે અમદાવાદનાં સાબરમતીમાં ૧.૧ લાખ કરોડ રૂપિયાની પરિયોજનાની આધારશીલા રાખી હતી. આ ટ્રેન પરિયોજનાનું પહેલું ચરણ વર્ષ ૨૦૨૬ સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ થઈ જશે. ભારતની પહેલી બુલેટ ટ્રેન પરિયોજનાને નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચલાવવામાં આવશે, જેને હાલમાં જ ડિઝાઈનની સાથે-સાથે લગભગ ૮ કિલોમીટર લાંબા વાયડક્ટ બનાવવા માટે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ સાથે એક સોદો કર્યો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.