ગ્રીષ્માની હત્યા બાદ લોકોનો આક્રોશ, કહ્યું- દીકરીઓને ભણાવાથી કાંઈ નહી થાય, હાથમાં હથિયાર આપી દો..

સુરતના પાસોદરા વિસ્તારમાં બનેલી ગ્રીષ્મા વેકરીયાની હત્યા બાદ આજે સવારે તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ તેના ઇજાગ્રસ્ત ભાઈએ અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. અંતિમ યાત્રામાં હજારો લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા. ત્યારબાદ સ્થાનિકોના રોષને જોઈને સૌ કોઈ લોકો કહી રહ્યા હતા કે આ ઘટનાના આરોપીને કડકમાં કડક સજા આપવી જોઈએ…
દરેક લોકો ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. ત્યારે અંતિમયાત્રામાં જોડાયેલા લોકોનો રોષ સાંભળતા એક મહિલાએ કહ્યું હતું કે સરકાર દીકરીને સુરક્ષિત રાખવાની વાતો કરી રહી છે. પરંતુ સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં સાત થી દસ મર્ડર થઈ ચૂક્યા છે. મહત્વની વાત તો એ છે કે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પણ સુરત વિસ્તારના છે…
છતાં પણ તેઓ કોઈ કાયદેસરના પગલાં લઈ શક્યા નથી. આવા નરાધમ યુવકે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અત્યારે એક દીકરી સુરક્ષિત નથી એટલા માટે એક દીકરી તરીકેની એવી માંગ કરી રહી છું, કે સરકારે અમને હથિયાર આપી દેવા જોઈએ. જેથી કરીને અમે પોતાની સુરક્ષા કરી લઈએ..
સરકાર અમારા સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. એટલા માટે હવે અમે પોતે જ તમારી સુરક્ષા કરીશું. આ ઉપરાંત ગ્રીષ્માના પરિવારના જયસુખ ભાઈ વેકરીયા એ જણાવ્યું હતું કે સરકાર મોટી મોટી વાતો કરી રહી છે. બેટી પઢાવો અને બેટી બચાવોના સૂત્ર મન ફાવે તેમ વાપરી રહ્યા છે..
પરંતુ ગ્રીષ્મા એક ભણેલી ગણેલી અને સંસ્કારથી સજ્જ દીકરી હતી. છતાં પણ નરાધમ યુવકોએ તેની સાથે જાહેરમાં આ પ્રકારની હત્યા કરી છે. ગ્રીષ્માનો પરિવાર ખુબ જ નાનો છે. તેના માતા-પિતા દિવ્યાંગ છે. તેઓએ સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે. અને આરોપી અને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.
તો વસંતભાઈ જણાવ્યું હતું કે ધોળા દિવસે આ પ્રકારની હ.ત્યા કરતા નરાધમ યુવકો અચકાતા નથી. એટલા માટે તેઓને જાહેરમાં કડક સજા આપવી જોઈએ જેથી કરીને અન્ય નરાધમ યુવકોને પણ મનમાં ભય બેસે. અને તેઓ આગામી સમયમાં કોઈપણ પ્રકારની હરકતો કરતા પહેલા સો વખત વિચાર કરે…
તમામ નરાધમના મન ડરનો માહોલ ઊભો થવો જોઈએ. સૌ કોઈ લોકોએ ગ્રીષ્માને અંતિમયાત્રામાં શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ અશ્રુભીની આંખે તેને અંતિમ વિદાય આપી હતી. સુરતભરમાંથી ઘણા લોકો ગ્રીષ્માના ઘર સુધી પહોંચ્યા હતા. તો ઘણા લોકો સ્મશાને પણ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચ્યા હતા.
તેમજ જે વિસ્તારમાંથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. તે વિસ્તારના રહીશો પણ પોતાની સોસાયટીની બહાર આવીને ની અંતિમ વિદાય આપી હતી. ખરેખર આ ઘટનાએ સૌ કોઈના રુંવાડા બેઠા કરી દીધા છે.