વધતા કેસોને ધ્યાનમાં લઈને સરકારે લીધો નવો નિર્ણય, વેક્સિન લીધા વગરના લોકો 1 ફેબ્રુઆરીથી નહીં નીકળી શકે ઘરની બહાર…

વધતા કેસોને ધ્યાનમાં લઈને સરકારે લીધો નવો નિર્ણય, વેક્સિન લીધા વગરના લોકો 1 ફેબ્રુઆરીથી નહીં નીકળી શકે ઘરની બહાર…

સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં પણ કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાના કહેર વચ્ચે રાજસ્થાન સરકારે કડકાઈ વધારવાનો નિર્ણય લીધો છે. જયપુરમાં માત્ર એક જ દિવસમાં એટલે કે શનિવારે કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોનના લગભગ 200 કેસ નોંધાયા છે. આ આંકડો છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે.

નોંધનિય છે કે, રાજસ્થાનમાં આજે ઓમિક્રોનના કુલ 52 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 38 કેસ જયપુરમાંથી, 3-3 પ્રતાપગઢ, સિરોહી, બિકાનેર, 2 જોધપુર અને 1-1 અજમેર, સીકર અને ભીલવાડામાંથી નોંધાયા છે. આ તમામ ઓમીક્રોન પોઝિટિવ લોકોના કોન્ટેક્ટ ટ્રેસીંગ કરતી વખતે, ડેડિકેટેડ ઓમિકોન વોર્ડમાં આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે. આ 52 વ્યક્તિઓમાંથી 9 વિદેશથી પરત આવેલા છે, 4 વ્યક્તિઓ વિદેશી પ્રવાસીઓના સંપર્કમાં આવેલા છે અને 12 વ્યક્તિઓ અન્ય રાજ્યોમાંથી પ્રવાસ કરી ચૂક્યા છે. જેમાંથી બે ભૂતકાળમાં મળી આવેલા ઓમિક્રોનના સંપર્કમાં હતા. રાજસ્થાનમાં શનિવાર સુધીમાં 121 લોકો ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યા છે. અગાઉ મળી આવેલા 69 ઓમિક્રોન સંક્રમિત લોકોમાંથી 61 સ્વસ્થ થયા છે.

 

 

 

 

 

 

1 ફેબ્રુઆરીથી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધની તૈયારી: મુખ્યમંત્રી અશોક ગેહલોતે અધિકારીઓને જાન્યુઆરી સુધીમાં સમગ્ર વસ્તીને બંને ડોઝ આપી દેવા જણાવ્યું છે અને જેમને રસી નથી મળી રહી, તેમના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવાનો નિયમ બનાવવો જોઈએ. તેમણે કહ્યું છે કે 1 ફેબ્રુઆરીથી રસી વગરના લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવશે.

3 જાન્યુઆરીએ કોરોનાના વધતા જતા કેસોની સમીક્ષા કરવામાં આવશે અને શાળા-કોલેજ બંધ રાખવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે. રાજસ્થાન સરકારે નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો ન હતો, જેના કારણે સમગ્ર જયપુરમાં નવા વર્ષની પાર્ટીઓ થઈ હતી. માત્ર ડિસેમ્બર મહિનામાં જ 6 લાખ પ્રવાસીઓ જયપુર આવ્યા છે. રાજસ્થાન સરકાર આવતીકાલ સુધીમાં છૂટ સમાપ્ત કરીને, નવા નિયંત્રણો લાગુ કરી શકે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *