અમેરિકાના મિયામીમાં લોકો દરિયાની મજા માણી રહ્યા હતા, અને અચાનક અફરા-તફરીનો માહોલ થઇ ગયો…

અમેરિકાના મિયામીમાં લોકો દરિયાની મજા માણી રહ્યા હતા, અને અચાનક અફરા-તફરીનો માહોલ થઇ ગયો…

અમેરિકાના ફ્લોરિડામાં મિયામી બીચ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું. જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાંથી થોડે દૂર બીચ પર સેંકડો લોકો સ્વિમિંગ અને પાર્ટી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા, જોકે એક પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 1.20 વાગ્યે બની હતી. હેલિકોપ્ટરમાં ઘટના સમયે ત્રણ લોકો સવાર હતા. આમાંથી બે લોકોને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા, જેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટર દુર્ઘટના બાદ પોલીસે આ જગ્યાને બંધ કરીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. બીજી તરફ ફેડરલ એવિએશન ઓથોરિટી પણ તેના સ્તરે આ અકસ્માતની તપાસ કરવાની તૈયારી કરી રહી છે.

ઉડતું હેલિકોપ્ટર આકાશમાંથી આવીને સીધું સમુદ્રમાં પડ્યું

મિયામી બીચ પોલીસે આ ઘટનાનો વીડિયો ટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આખો બીચ લોકોથી ભરેલો છે. ત્યારે આકાશમાંથી એક હેલિકોપ્ટર સમુદ્રમાં પડે છે. ત્યાં હાજર લોકો અહીં-તહીં દોડવા લાગે છે. આ ઘટનાનો વીડિયો પણ લોકો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે તે ભયાનક છે.

MBPD દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે હેલિકોપ્ટર જ્યારે સ્વિમર્સના ટોળા પાસે સમુદ્રમાં ક્રશ થયું એ પહેલા તે ઉડી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા અન્ય ફોટોગ્રાફ્સ અને વીડિયોઝ દર્શાવે છે કે હેલિકોપ્ટરનો એક ભાગ પાણીની ઉપર હતો, જ્યાં આસપાસ ઘણા લોકો સ્વિમિંગ કરી રહ્યા હતા અને બોટ ચલાવતા હતા.

રેસ્ક્યુ ટીમે લોકોને બહાર કાઢ્યા

ઘટનાની જાણકારી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી અને લોકોને બચાવ્યા. અકસ્માતનું કારણ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. તેનું કારણ તપાસ બાદ જ બહાર આવશે. જો હેલિકોપ્ટર બીચની વધુ નજીક ક્રેશ થયું હોત, તો તેનાથી મોટા પ્રમાણમાં નુકસાન અને જાનહાનિ થઈ હોત.

માહિતી અનુસાર, રોબિન્સન R44 નામનું હેલિકોપ્ટર સમુદ્રમાં ક્રેશ થયું છે. વધુમાં, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન સ્થળ પર હતું, અને પોલીસના જણાવ્યા મુજબ, આ બીચના બે-બ્લોકના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.