માવતર બન્યા કમાવતર! માતાએ 7 વર્ષના બાળકની ચાર વર્ષ પહેલા કરી હ’ત્યા, પતિએ ન્યાય માટે…

માવતર બન્યા કમાવતર! માતાએ 7 વર્ષના બાળકની ચાર વર્ષ પહેલા કરી હ’ત્યા, પતિએ ન્યાય માટે…

દરેક સંતાનના જીવનમાં માતાનું સ્થાન ઘણું મહત્વનું હોઈ છે, કહેવાય છે કે ભગવાન દરેક સ્થળે નથી પહોંચી શકતા માટે તેમણે માતાને ધરતી પર મોકલ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે માતાને પોતાના સંતાનોને લઈને સતત ચિંતા રહેતી હોઈ છે. તે પોતાની આખી જાત સંતાનોના નામે કરી નાખે છે. માતાની એક જ ઈચ્છા હોઈ છે કે પોતાનું સંતાન જીવનમાં આગળ વધે અને સફળતા ના ઉંચા શિખરો પ્રાપ્ત કરે. આપણે ત્યાં તો કહેવત પણ છે કે ” માં તે માં બીજા બધા વગડાના વા”.

આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર દુનિયામાં માતા જ એક એવી વ્યક્તિ છે કે જે પોતાના સંતાનને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે, અને પોતાના કરતા પોતાના સંતાનને મહત્વ આપે છે. પરંતુ સમાજ માં એવા ઘણા બનાવો બને જેના કારણે માતા અને સંતાનના આવા પવિત્ર સંબંધને પણ ડાઘ લાગી જાય છે. કહેવાય છે કે પુરુષ કરતા નારીઓ વધુ લાગણીશીલ હોઈ છે. પરંતુ આપણે અહીં એક એવી મહિલા વિશે વાત કરવાની છે કે જેનામાં લાગણી છે કે કેમ ? તેને લઈને પણ પ્રશ્ન થાય.

મિત્રો આ ઘટના સુરેન્દ્રનગર શહેર ની છે અહીં આવેલા કૃષ્ણનગર વિસ્તાર માં ચાર વર્ષ પહેલા એક દુઃખદ બનાવ બન્યો હતો કે જ્યાં એક માતાએ 7 વર્ષના બાળકને મારિયો હતો. જણાવી દઈએ કે આ વિસ્તારમાં શાંતિલાલ ભાઈ પરમાર નામના એક વ્યક્તિ રહે છે. તેમના લગ્ન ડિમ્પલ નામની એક યુવતી સાથે થયા હતા. તેમનું લગ્ન જીવન ઘણુંજ સુખથી ચાલી રહ્યું હતું. તેમના આજ પ્રેમાળ જીવનની નિશાની રૂપે તેમને એક સંતાનની પણ પ્રાપ્તિ થઇ કે જેનું નામ ભદ્ર રાખવામાં આવ્યું.

પરંતુ કુદરત ને કંઈક અલગજ મંજુર હશે તેમ શાંતિલાલ ભાઈ અને ડિમ્પલ બહેનના હસતા પરિવારને કોઈની નજર લાગી તેમ ડિમ્પલ બહેનની એક ગંભીર બીમારીના કારણે મૃત્યુ થયું જેના કારણે માસુમ ભદ્ર ના માથે થી માતાનો હાથ ચાલ્યો ગયો. પરંતુ ભદ્રને માતાનો પ્રેમ મળે તેવા ઇરાદે શાંતિલાલ ભાઈના પરિવાર દ્વારા તેમના બીજા લગ્ન કરાવવામાં આવ્યા તેમના આ લગ્ન અમદાવાદ માં રહેતી જીનલ સાથે કરાવવામાં આવ્યા. જોકે શરૂઆત માં બધું સરખું ચાલ્યું, પરંતુ થોડા સમય બાદ જે ભદ્ર ને માતાનો પ્રેમ મળે તેવા ઇરાદે જીનલના લગ્ન શાંતિલાલ ભાઈ સાથે કરાવવામાં આવ્યા હતા તેના જ કારણે શાંતિલાલ ભાઈ અને જીનલ વચ્ચે અવાર નવાર બોલચાલ થવા લાગી.

જો કે પરિવાર દ્વારા આ બાબતને લઈને સમાધાન કરાવવામાં આવતું. તેવામાં એક દિવસ ભદ્રને ભણાવવાના બહાને જીનલ તેને તેમના ઘરના ઉપરના રૂમમાં લઇ ગઈ અને થોડા સમય પછી એકા એક નીચે આવી અને કહેવા લાગી કે ભદ્ર દીવાલ વટીને કંઈક ચાલ્યો ગયો છે. જે બાદ પરિવાર દ્વારા ભદ્રની શોધ શરૂ કરવામાં આવી. જે બાદ ભદ્રનો મૃત દેહ તેમના જ ઘરમાં ઉપરના રૂમમાંથી એક બેગ માં મળી આવ્યો.

જે બાદ પરિવાર પર દુઃખો નો પહાડ તૂટી પડ્યો. જીનલ સાથે આ બાબતને લઈને પૂછતાછ કરતા માલુમ પડ્યું કે તેણે જ ભદ્રના મોં પર ડૂચો લગાવી અને તેના હાથ પગ બાંધીને તેને બેગ માં પુરીયો હતો. જે બાદ પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી જે બાદ પોલીસે જીનલની ધરપકડ કરી આ ઘટનાને ચાર વર્ષ વીત્યા છતાં પણ આજે પણ પરિવાર આ દુઃખદ બનાવ માંથી બહાર નીકળી શક્યો નથી. અને જીનલને આકરી સજા થાય તેવી માંગણી કરે છે, આ ઉપરાંત પુત્રને ન્યાય ના મળે ત્યાં સુધી શાંતિલાલ ભાઈએ બીજા લગ્ન ના કરવાની શપથ લીધી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.