છાતીમાં જમણી બાજુ દુખાવો થવો એ ચિંતાનો વિષય હોઈ શકે છે, જાણો તેના 6 મોટા કારણો…

છાતીમાં જમણી બાજુ દુખાવો થવો એ ચિંતાનો વિષય હોઈ શકે છે, જાણો તેના 6 મોટા કારણો…

જો તમને પણ છાતીની જમણી બાજુમાં દુખાવો થાય છે, તો તમે એકલા નથી. સામાન્ય રીતે જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે આવું થતું નથી, પરંતુ તેમ છતાં તે ચિંતાનો વિષય બની શકે છે. છાતીમાં માત્ર હૃદય જ નહીં, પરંતુ અન્ય ઘણા અંગો પણ હોઈ છે. તેમાં થતો દુખાવો મસલ સ્ટ્રેન, ગેસ, એન્ક્ઝાઈટી, સ્ટ્રેસ અથવા કોઈ ચેપના કારણે પણ થઈ શકે છે.

છાતીમાં જમણી બાજુ દુખાવાનાં કારણોને સમજો.

સવાલઃ છાતીની જમણી બાજુના દુખાવાના કારણો શું છે?
જવાબઃ તેના કેટલાક મહત્ત્વનાં કારણો છે.
1. હૃદયની જમણી તરફ અથવા પાછળની તરફથી હાર્ટ અટેક શરૂ થાય છે. આવી સ્થિતિમાં છાતીની જમણી તરફ દુખાવો, હૃદયના ધબકારા વધવા, ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ અને બ્લડ પ્રેશર લો થવા જેવી સમસ્યા થઈ શકે છે

2. ફેફસાંમાં ચેપ લાગવો. આવું થવા પર છાતીની જમણી તરફ દુખાવાની સાથે શ્વાસ લેવામાં મુશ્કેલી અને તાવ આવી શકે છે.

3. અકસ્માતમાં ફેફસાં ડેમેજ થવા. છાતીમાં દુખાવો પ્લ્યુરા નામનું પટલ ડેમેજ થવાનો સંકેત હોઈ શકે છે. પ્લ્યુરા ફેફસાંને બંને તરફથી કવર કરીને બચાવે છે.

4. ગોલ બ્લેડરમાં પથરી હોવાથી પણ છાતીના જમણા ભાગમાં દુખાવો થઈ શકે છે.

5. ગંભીર એસિડિટી પણ છાતીમાં દુખાવાનું કારણ બની શકે છે. તે મોટાભાગે ખાધા પછી અથવા ઉપવાસ રાખવા પર થાય છે.

6. પ્લ્યુરામાં ફ્લુઈડ કલેક્શન એટલે કે પ્રવાહી પદાર્થોનું એકત્રિત થવું. તેને પ્લ્યુરા એફ્યુઝન પણ કહેવામાં આવે છે. તેમાં તરત હોસ્પિટલ જવાની જરૂર પડી શકે છે.

સવાલઃ ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ?
જવાબઃ જે દર્દીઓને અચાનક છાતીની જમણી તરફ દુખાવો થાય, જે થોડા કલાક સુધી રહે અને ઘરગથ્થુ ઉપાયોથી પણ મટે નહીં તો તેણે હોસ્પિટલ જઈને ચેકઅપ કરાવવું જોઈએ. તે ઉપરાંત શ્વાસ લેવામાં સમસ્યા, ઉધરસ, અસામાન્ય બ્લડ પ્રેશર, ઉલ્ટી, અને ઉબકા આવે તો પણ તરત ડૉક્ટરનો સંપર્ક કરવો.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.