પહેલા દીકરાનું નામ રાખ્યું હતું “તૈમુર”, હવે બીજા દીકરાનું નામ આવ્યું સામે, થઈ શકે છે બબાલ…

પહેલા દીકરાનું નામ રાખ્યું હતું “તૈમુર”, હવે બીજા દીકરાનું નામ આવ્યું સામે, થઈ શકે છે બબાલ…

કરીના કપૂર અને સૈફ અલી ખાન હાલમાં તેમના નવા બાળક સાથે સારો સમય પસાર કરી રહ્યા છે. નોધપાત્ર રીતે કરીના કપૂર 21 ફેબ્રુઆરી 2021ના રોજ બીજા બાળકની માતા બની હતી. જોકે હજુ સુધી અભિનેત્રીએ તેમના દિકરાની તસવીર સોશિયલ મીડિયાના શેર કરી નથી. તેઓ તસવીર તો શેર કરે છે પંરતુ તેના તેમના દીકરાની તસવીર છીપાવી દે છે.

હકીકતમાં કરીના કપૂરના પહેલા પુત્ર તૈમુર ની તસવીર તેના જન્મતાની સાથે જ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. જેના લીધે તૈમુર ને ઘણી લાઇમ લાઇટ પણ મળી હતી. હવે જ્યારે પણ તૈમુર ઘરની બહાર નીકળે છે તો મીડિયા ના લોકો તેને ઘેરી લે છે. આવામાં કરીના અને સૈફ નથી ઈચ્છતા કે તેમના બીજા બાળક સાથે પણ આવું થાય. જેના લીધે તેઓએ તેમના બીજા દિકરાનો ચહેરો હજી સુધી રિવિલ કર્યો નથી.

જો તમને યાદ હોય તો કરીના અને સૈફના પહેલા પુત્ર નામ પર ઘણો વિવાદ થયો હતો. હકીકતમાં તૈમુરનું નામ એક ક્રૂર મુઘલ શાસક ના નામ પર રાખવામાં આવ્યું છે. જોકે બાદમાં તેઓએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે ક્રૂર મુઘલ શાસકનું નામ તિમુર હતું અને અમે અમારા દીકરાનું નામ તૈમુર રાખ્યું છે.

હવે જ્યારે કરિનાએ બીજા બાળકને જન્મ આપ્યો તો તેના નામને લઈને ફેન્સ ઘણા ઉત્સાહિત હતા. તેઓને એ જાણવાની ઉત્સુકતા હતી કે તેઓ બીજા પુત્રનું નામ શું રાખે છે. જોકે પહેલા દીકરાના નામ પર થયેલા વિવાદને કારણે કરીના અને સૈફે શરૂઆતમાં બીજા દીકરાનું નામ રીવિલ કર્યું નહોતું. જેના પછી જુલાઈમાં ખબરો આવી હતી કે કરીના અને સૈફ તેમના બીજા બાળકને જેહ કરીને બોલાવે છે. જેની પુષ્ટિ રણધીર કપૂરે કરી હતી.

જોકે આ તેનું નિક નામ હતું અને તેનું રીયલ નામ હવે સામે આવ્યું છે. હકીકતમાં કરિનાએ હાલમાં જ તેનું પુસ્તક Kareena Kapoor Khan’s Pregnancy Bible: The Ultimate Manual for Moms-To-Be લોન્ચ કર્યું છે. આ પુસ્તકના માધ્યમથી કરિનાએ તેના બીજા દીકરાનું નામ રિવિલ કર્યું છે. ગર્ભવતી પીરીયડ પર લખવામાં આવેલ પુસ્તક પર કરીનાને પોતાના બે બાળકોની ઝલક બતાવી છે.

કરિનાએ સોશ્યલ મીડિયા પર તૈમુર ના બાળપણની ફોટો અને બીજા બાળકની તસવીર શેર કરતા કહ્યું કે મારી તાકાત, મારા ગર્વ, મારી દુનિયા, મારી પ્રેગનેસી બુક મારા બંને બાળકો વિના સંભવ નહોતી. હવે ચાલો આપણે જાણીએ કે કરીના અને સૈફે તેમના બીજા બાળકનું નામ શું રાખ્યું છે.

કરીના અને સૈફે તેમના બીજા બાળકનું નામ જહાંગીર અલી ખાન રાખ્યું છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે જહાંગીર એક મુઘલ શાસક હતો. જે અકબરનો મોટો પુત્ર હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *