સુરતમાં સરકારી નોકરી કરતા દંપતીના એકના એક દીકરાનું ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું. પરિવારમાં સદાય માટે માતમ છવાઈ ગયો…

સુરતમાં સરકારી નોકરી કરતા દંપતીના એકના એક દીકરાનું ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું. પરિવારમાં સદાય માટે માતમ છવાઈ ગયો…

દરરોજ રોડ એક્સિડન્ટ થતા હોય છે કે જેનાથી ગણા પરિવારોમાં માતમ છવાઈ જતો હોય છે. સુરતથી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં પરિવારનો એકના એક દીકરો મૃત્યુ પામતા પરિવારમાં સદાય માટે માતમ છવાઈ ગયો છે.

મૃતક યુવકનું નામ ભાવેશ હતું. ભાવેશ માતા પિતા સાથે સુરતમાં રહેતો હતો. ભાવેશ માતા પિતાનો એકના એક દીકરો હતો.ભાવેશના માતા પિતા બંને સરકારી નોકરી કરતા હતા. પરિવાર ખુબજ સુખ સમૃદ્ધ હતો.

ભાવેશનો પિતરાઈ ભાઈ અક્ષય ગામથી આવ્યો હતો. રાતે બંને ભાઈઓ ફરવા માટે નીકળ્યા હતા. ત્યા સુરત RTO નજીક વળાંક લેતા તે બેફામ દોડતી કારની અડફેટેમાં આવી ગયા હતા. ભાવેશ નીચે પડી ગયો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થઇ ગયું હતું. ભાવેશના પિતરાઈ ભાઈને ઈજાઓ થતા.

તેને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દીકરાના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ માતા પિતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. માતા પિતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દીકરાને મૃત હાલતમાં જોઈએ ખુબજ રડવા લાગ્યા હતા. ભાવેશ તેમનો એકના એક દીકરો હતો.

માતા પિતા સરકારી નોકરી કરતા હતા. ઘરમાં કોઈપણ જાની સુખ સુવિધાની કમી નહતી. દીકરાનું મૃત્યુ થઇ જતા આજે માતા પિતા રડી રડીને કહી રહયા છે કે હવે તે કોના ભરોસે જીવન જીવશે. પોલીસ દ્વારા પણ આરોપીની તાપસ કરવામાં આવી રહી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.