મહિલા દિવસે જ અમદાવાદમાં ગ્રીષ્મા હ’ત્યારા કેસ જેવો બનાવ બન્યો, પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે બનાવ બન્યો…

મહિલા દિવસે જ અમદાવાદમાં ગ્રીષ્મા હ’ત્યારા કેસ જેવો બનાવ બન્યો, પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે બનાવ બન્યો…

ગુજરાત હવે ક્રાઈમ કેપિટલ બનતું જાય છે તે કહેવામાં કઈ અતિશયોક્તિ નથી, કારણ કે સરેઆમ હત્યા, લૂટફાટ, ચોરી, ફાયરિંગની ઘટનાનો દિવસેને દિવસે સામાન્ય બનતી જાય છે. સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ ગુજરાતમાં અનેક સ્થળે એક તરફ પ્રેમ કરતાં સનકી પાગલ યુવકોએ યુવતીઓ પર હુમલા કર્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ પરિણીત યુવતી અમદાવાદના માધુપુરામાં સરાજાહેર યુવતીની હત્યા કરી યુવક ભાગી છૂટયો હતો.

ઇજાગ્રસ્ત આશાએ ઘટનાસ્થળે જ તોડી દીધો દમ:
પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ છે.હત્યારા નવીને આશા નામની તેની પ્રેમિકાને ઝઘડો થતાં ભર બજારમાં છરીના ઘા મારી પતાવી દીધી હતી. આસપાસના લોકો પહેલા તો ડરી ગયા હતા. પણ બાદમાં હત્યારાની સામે પડતાં હત્યારો આશાને રહેસી નાખી ત્યાંથી ચાલ્યો ગયો હતો. બનાવ બાદ વિધિની વક્રતા પણ એટલી હતી કે મહિલાની લાશને એમ્બ્યુલન્સ ન આવતા ટેમ્પામાં લઈ જવાની ફરજ પડી હતી.

પ્રેમસંબંધમાં યુવતીઓની હત્યા ક્યારે અટકશે?:

સુરત બાદ અમદાવાદનો વધુ એક પડકારરૂપ કિસ્સો
પ્રેમ પ્રકરણમાં યુવકો બેફામ કેમ બની રહ્યાં છે?
પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે જ હત્યા
પોલીસ સ્ટેશનની નજીક જાહેરમાં છરી ઝીંકતા સુરક્ષા પર સવાલો
નવીન નામનો આરોપી ક્યારે ઝડપાશે?

પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે જ હત્યા: CCTVમાં જોવાતા સમય પ્રમાણે બપોરે 4 વાગ્યાને 54 મિનિટે આ હત્યા થઇ છે. મળતી માહિતી મુજબ પ્રેમમાં ઝનૂન સવાર થતાં નિરવે આશાની હત્યા કરી નાંખી. માધુપુરામાં જયારે નિરવે આશા પર હુમલો કર્યો ત્યારે આસપાસના લોકો સ્તબ્ધ થઇ ગયા. નિરવની હેવાનિયત સામે લોકોના શ્વાસ થંભી ગયા. આશાને બચાવવા શું કરવું તેનો પણ વિચાર કોઇને ન આવ્યો. લોકો નિરવની ક્રૂરતા જોઇને કાંપતા કાંપતા દૂર ચાલ્યા ગયા. રીતસરનો પોતાનો જ જીવ બચાવવા લોકો ત્યાંથી ખસી ગયા. CCTVમાં જોઇ શકાય છે. નિરવે કરેલા અચાનક હુમલા બાદ લોકોમાં અફરાતફરી જોવા મળી. આ ઘટના સાથે જોડાયેલી સૌથી મોટી વાત એ છે કે જ્યા આશાની હત્યા કરી દેવાઇ ત્યાંથી પોલીસ સ્ટેશન 100 મીટર દૂર જ છે.

પોલીસે આરોપી નિરવની શોધખોળ હાથધરી:
પોલીસ સ્ટેશન કે પોલીસનો કોઇ ડર ન હોય તેમ નિરવે હત્યાને અંજામ આપી દીધો. મહિલાના સમ્માન અને સુરક્ષાની વાત કરનારો સમાજ નજર સામે જ આશાની હત્યા ન રોકી શક્યો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ એક મહિલાની હત્યા થઇ જાય તે ખુબ ગંભીર બાબત છે. આશાની હત્યા બાદ આરોપી નિરવ ત્યાંથી ફરાર થઇ ગયો છે. હવે પોલીસે આરોપી નિરવને ઝડપી લેવા હવે તપાસ હાથ ધરી છે.

હત્યારાએ ઘરે જઈ આપઘાતનો પ્રયાસ કર્યો: સનકી પ્રેમીએ પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે જ પરિણીત પ્રેમિકાનું તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઢીમ ઢાળી દીધું હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાસ્થળેથી નાસી છૂટેલા હત્યારાએ ઘરે જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જોકે હત્યારો નરેશ આત્મહત્યા કરે તે પહેલા પરિવારજનોએ તેને બચાવી લીધો હતો અને તે ઘરેથી ભાગી ગયો હતો, પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પણ સવાલ એ છે કે કયા સુધી પ્રેમ પ્રકરણમાં આવા પાગલ યુવકો બેફામ બની યુવતીઓ પર હુમલા કરતાં રહેશે તેની હત્યા કરતાં રહેશે.ગુજરાત પોલીસ માટે મહિલા દિવસના દિવસે જ આવો જધન્ય હત્યાનો બનાવ ખૂબ શરમજનક બાબત કહેવાય તે કહેવામાં કોઈ ખચકાટ નથી

ઉલ્લેખનિય છે કે રાજ્યના શહેર બદલાયા પણ પ્રેમના ઝનૂનમાં યુવતીનો જીવ લેવાનું ગુનાહિત કૃત્ય એક સમાન છે. સુરતમાં ગ્રીષ્મા,ગાંધીનગરમાં એક સગીરા,રાજકોટમાં એક મહિલા પર અને અમદાવાદમાં એસિડ અટેક બાદ હવે આશાની હત્યા પોલીસ,સમાજ અને મહિલા માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.