અમેરિકા જતા સમયે એરપોર્ટ પર એટલી મોંઘી બેગ લઇને કિંજલ દવે નીકળી કે, કિંમત જાણીને તમારું માથુ ચકરાવા લાગશે…

અમેરિકા જતા સમયે એરપોર્ટ પર એટલી મોંઘી બેગ લઇને કિંજલ દવે નીકળી કે, કિંમત જાણીને તમારું માથુ ચકરાવા લાગશે…

ગુજરાતની સુમધુર અને લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ તેના કોકિલકિંઠી અવાજને કારણે ખાલી ગુજરાતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ઓળખ બનાવી છે. જણાવી દઇએ કે, કિંજલ દવે હાલ અમેરિકામાં સ્ટેજ શો કરી રહી છે, જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં અમેરિકામાં વસી રહેલા ગુજરાતીઓ કિંજલના તાલ ઉપર ઝુમતા જોવા મળી રહ્યા છે. આજકાલ તો જયાં જુઓ ત્યાં કિંજલ દવેની બોલબાલા છે. તે પહેલા ઘણુ સંઘર્ષમય જીવન જીવતી હતી પરંતુ કિંજલ દવેની હાલની લાઇફસ્ટાઇલમાં અને પહેલાની લાઇફસ્ટાઇલમાં ઘણો ફરક છે.

કિંજલ દવેએ પોતાના અમેરિકા પ્રવાસની કેટલીક તસવીરો પણ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી હતી, જેમાંની એક તસ્વીરમાં તે પ્લેનની સફર માણતી જોવા મળી રહી છે. કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરને પણ તેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. હાલમાં તો કિંજલ દવે અમેરિકામાં છે અને તે તેની તસવીરોને કારણે હાલ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. ત્યારે

કિંજલ દવેએ જે તસવીરો શેર કરી છે, તેમાં તેના હાથમાં ક્રિસ્ટન ડિઓરની બેગ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, કિંજલે માત્ર 7 વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કરી દીધુ હતુ. તેમના પિતા એક રૂમના ભાડાના મકાનમાં રહેતા હતા અને હિરા ઘસતા હતા. તેનું બાળપણ ઘણુ સંઘર્ષમય વીત્યુ છે. કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1999ના રોજ થયો હતો.

કિંજલ દવેનો જન્મ પાટણના નાનકડા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા અને તેઓ મિત્ર સાથે મળી ગીતો લ ખતા પણ હતા. કિંજલ દવેને પિતાને જોઇને જ ગીતો ગાવાનો શોખ જાગ્યો હતો.

કિંજલ દવે આજે ગુજરાતના દરેક ગામમાં, દરેક ઘરમાં એક આગવી ઓળખ ધરાવે છે, તેનું “ચાર ચાર બંગડી” ગીત તો દેશમાં જ નહિ વિદેશોમાં પણ ધૂમ મચાવી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ રક્ષાબંધનના પ્રસંગે પણ કિંજલે તેના ભાઈ આકાશ દવે સાથે સુંદર વીડિયો રજૂ કર્યો હતો.

કિંજલ દવે માત્ર તેની ગાયિકીના કારણે જ નથી પ્રસિદ્ધ, તેના આગવા અંદાજ અને તેની જીવન શૈલીના કારણે પણ હંમેશા છવાયેલી રહે છે. સોશિયલ મીડિયામાં પણ કિંજલ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકો સાથે પોતાની મનમોહક તસવીરો અને વીડિયોને પણ શેર કરતી રહે છે.

જણાવી દઇએ કે, કિંજલ દવેની બેગ એક મોટી બ્રાંડ છે જેનું નામ Christian Dior છે.જણાવી દઇએ કે, આ બેગની કિંમત ઓનલાઇન વેબસાઈટ પ્રમાણે 2,58,236 છે. આ કંપનીની બેગ ઘણી મોટી મોટી સેલિબ્રિટીઓ વાપરે છે. તે જાણીને તમે હવે આઇડિયા આવી ગયો હશે કે કિંજલ દવેનું સ્ટારડમ કેટલું મોટુ છે.

કિંજલ દવે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો અને તેના સ્ટેજ શોના વીડિયો શેર કરતી રહે છે. કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી સાથેની પણ ઘણી તસવીરો ઇન્સ્ટા પર શેર કરતી રહે છે, જે જોતજોતામાં ઘણી વાયરલ પણ થઇ જતી હોય છે. કિંજલ દવેની સોશિયલ મીડિયા પર ફેન ફેલોઇંગ ઘણી સારી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 2.4 મિલિયન ફોલોઅર્સ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ કિંજલ દવેએ ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને તેણે આ દરમિયાનની તસવીરો પણ ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરો પણ ઘણી વાયરલ થઇ હતી. કિંજલ દવેની તસવીરો શેર થતાની સાથે જ લાખો લાઇક્સ તસવીરો પર આવી જાય છે.

ઘણા સંઘર્ષ બાદ આવી લાઇફસ્ટાઇલ જીવી રહી છે કિંજલ દવે, એરપોર્ટ પર લઇને નીકળી એટલી મોંઘી બેગ કે… જુઓ તસવીરોમાં

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275