લગ્નના દિવસે જ નણંદે દુલ્હનને વિધિ દરમિયાન મારી નાખી, પોલીસનો ચોંકવાનારો ખુલાસો સાંભળી હચમચી જશો…

લગ્નના દિવસે જ નણંદે દુલ્હનને વિધિ દરમિયાન મારી નાખી, પોલીસનો ચોંકવાનારો ખુલાસો સાંભળી હચમચી જશો…

રાજસ્થાની રાજધાની જયપુરમાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી છે. જ્યાં લગ્નના બીજા જ દિવસે સાસરીમાં પહોંચતાની સાથે જ દુલ્હનનું મોત થઈ ગયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનુ કારણ ઝેરથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને મૃતકના પરિવારજનો ચોંકી ગયા હતાં. તેમણે સાસરીવાળાઓ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતાં.

જોકે, બુધવારે મૃતક અનુકૃતિ કુમાવતના પરિવારજનોએ જયપુરના કરધની પોલીસ સ્ટેશનમાં સાસરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે ફરિયાદમાં લખાવ્યું હતું કે, લગ્ન પહેલા જ સાસરી પક્ષના લોકોએ દહેજ માટે અમને પરેશાન કરતાં અનેક ડિમાન્ડ કરતાં હતાં. પરંતુ જ્યારે પુત્રી વિદાય થઈને પોતાની સાસરીમાં પહોંચી તો રસ્મોની વચ્ચે પુત્રીને તેની નણંદે ગ્લૂકોન-ડી બતાવીને જહેર આપી દીધું હતું. જેનાથી તેની તબિયત વધારે બગડી ગઈ હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ વાત દુલ્હનની સાથે ગયેલી ભત્રીજીને જણાવી હતી કારણ કે તે ઝેર તેને પણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેણે બે જ ઘૂંટડા પીધું હતું અને પાછું આપી દીધું હતું.

સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલા એસીપી પ્રમોદ સ્વામીએ જણાવ્યું કે, રાકેશ કુમાવતની પુત્રી અનુકૃતિ કુમાવતના લગ્ન 26 ડિસેમ્બર 2021ના રોજ સંજય કુમાવતની સાથે થયા હતાં. સંજયના પરિવાર માતા-પિતા, ભાઈ-બહેન અને મામા-મામીએ યુવતી પાસે દહેજની માંગણી કરી હતી. જ્યારે યુવતીના પિતા રાકેશે માંગ પ્રમાણે ફ્રીજ, ટીવી, એસી, વોશિંગ મશીન, ફર્નીચર અને ઘરના સામાનની સાથે સ્વિફ્ટ કાર દહેજમાં આપી હતી. આ સિવાય પણ તેમણે દુલ્હનના પિતા પાસે 20 લાખ રૂપિયાના દાગીના માટે 20 લાખ રૂપિયા રોકડા માગ્યા હતાં. પરંતુ પિતાએ તે આપવાની ના પાડી દીધી હતી.

મૃતકના પિતા રાકેશ કુમાવતે જણાવ્યું કે, 7 ડિસેમ્બરે સવારે તેમની પુત્રી અનુકૃતિ ખુશી ખુશી પોતાની સાસરીમાં પહોંચી હતી. તે સમયે દુલ્હા અને દુલ્હને ઘણાં ફોટોનું એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું. પરંતુ તે દિવસે સાસરી પક્ષના લોકોએ ત્રણ વાગે ફોન કરીને જણાવ્યું કે અનુકૃતિની તબિયત ખરાબ થઈ ગઈ છે. એટલે પ્રાઈવેટ હોસ્પિટલ લઈ જઈએ છીએ. તમે લોકો જલ્દી હોસ્પિટલ પહોંચો. અમે ગમે તેમ કરીને હોસ્પિટલ પહોંચ્યા પરંતુ સાંજે 6 વાગે તેનું મોત નિપજ્યું હતું.

એસીપીએ જણાવ્યું કે, મોત બાદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી અને મેડિકલ બોર્ડ પાસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. 2 દિવસ પહેલાં આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના પેટમાં એલ્યુમીનિય ફાસ્ફાઈડ (એએલપી) નામનું ઝેર મળી આવ્યું હતું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.