આજે પહેલીવાર કપાસના ભાવ આટલા હજારને પાર, ફરી એકવાર કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી..

આજે પહેલીવાર કપાસના ભાવ આટલા હજારને પાર, ફરી એકવાર કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી..

જેના કારણે ખેડૂતોને સારા ભાવ મળવાને કારણે ખેડૂતો કપાસ નો સંગ્રહ કર્યા વિના કપાસનું વેચાણ કરી દે છે, જેથી કપાસ નો સારો એવો ભાવ મળી રહ્યો છે.

કપાસના ઓછા ઉત્પાદનને કારણે કપાસના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ વર્ષે કપાસની મિલો અને બીજી મિલોની અંદર કપાસની ખૂબ જ વધુ માંગ છે.

તેમાં ખૂબ જ સારી ગુણવત્તાવાળા કપાસની માંગ વધતા કપાસના ભાવ આસમાને પહોંચી ગયા છે. સૌરાષ્ટ્ર અમરેલી ની વાત કરવામાં આવે તો કપાસના ભાવ 1395 રૂપિયાથી લઈને 2225 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

બોટાદ માર્કેટ યાર્ડ ની વાત કરવામાં આવે તો કપાસના ભાવ 1680 થી લઈને 2280 રૂપિયા સુધી બોલી રહ્યા છે. જામજોધપુર માર્કેટયાર્ડના કપાસના ભાવ 1650 થી લઈને 2000 રૂપિયા બોલાઇ રહ્યા.

જે જસદણ માર્કેટ કપાસના ભાવ 1650 રૂપિયાથી લઈને 2180 રૂપિયા બોલી રહ્યા છે. મહુવા માર્કેટ યાર્ડના કપાસના ભાવ 1200 રૂપિયાથી લઈને 2036 રૂપિયા બોલાઇ રહ્યા છે.

કડી માર્કેટ યાર્ડના કપાસના ભાવ 1350 થી લઈને 2125 રૂપિયા બોલાઇ રહ્યા છે. રાજુલામાં કપાસના ભાવ 1400 થી લઈને 2130 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જામનગર માર્કેટ યાર્ડના કપાસના ભાવ 2000 થી લઈને 2055 રૂપિયા મને પાર બોલાઇ રહ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.