હવે કીપેડવાળા ફોનથી પણ UPI પેમેન્ટ કરી શકાય છે, તેના માટે ઇન્ટરનેટ કનેક્શનની પણ જરૂર નથી…

હવે કીપેડવાળા ફોનથી પણ UPI પેમેન્ટ કરી શકાય છે, તેના માટે ઇન્ટરનેટ કનેક્શનની પણ જરૂર નથી…

દરેક ઘરમાં એક સભ્ય એવો હોય છે, જે સ્માર્ટ ફોનની ઝંઝટ સમજે છે. તેમનો એક જ ડાયલૉગ હોય છે- ફોન ઉપાડવો અને લગાવો. આ બંને કામ માટે કીપેડવાળો મોબાઇલ ફોન જ યોગ્ય છે….

ડિજિટલ પેમેન્ટના સમયગાળામાં પરિવારના આવા સભ્ય પણ કીપેડવાળા ફોનથી UPI કરી શકે છે.

સવાલ- કીપેડવાળા ફોનથી UPI કેવી રીતે શક્ય છે?
જવાબ- આ સમસ્યાનું સમાધાન RBI (Reserve Bank of India)એ શોધી કાઢ્યું છે. કીપેડ ફોનના યૂઝર્સ માટે નવી રીત UPI123Pay લઈને આવ્યું છે. તેનાથી સરળતાથી કીપેડ યૂઝર્સ કેશલેસ પેમેન્ટ કરી શકે છે.

UPI123Pay માં ચાર વિવિધ ઓપ્શન સામેલ છે, જે આ પ્રકારે છે

એપ બેસ્ડ functionality
મિસ્ડ કોલ
ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ(IVR)
પ્રોક્સિમિટી-સાઇન્ટ બેસ્ડ પેમેન્ટ
સવાલ- પેમેન્ટ કઈ રીતે કરી શકાય છે
જવાબ- તમને મર્ચેન્ટ આઉટલેટ ઉપર ડિસ્પલે થઈ રહેલાં નંબર ઉપર કોલ કરવો પડશે. તે પછી ત્રણ સરળ રીતે પેમેન્ટ શક્ય છે. આ પ્રક્રિયાને આ રીતે સમજો…

રૂપિયા આપનાર રૂપિયા લેનારના ફોન નંબર ઉપર મિસ્ડ કોલ કરી શકે છે.
રૂપિયા આપનાર વ્યક્તિને એક કોલ આવશે, જેમાં તેને કન્ફર્મ કરવા માટે કહેવામાં આવશે કે તેઓ પેમેન્ટ કરવા ઇચ્છે છે કે નહીં
છેલ્લે UPI પિન લખીને આ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થઈ જશે.

એક અન્ય પ્રક્રિયાને આ રીતે સમજીએ…

સવાલ- કીપેડવાળા ફોનથી UPI માટે ઇન્ટરનેટ જરૂરી છે?
જવાબ- નહીં, ઇન્ટરનેટની કોઈ જરૂરિયાત નથી. બસ ફોન નંબરને બેંક ખાતા સાથે લિંક કરવાનો રહેશે.

સવાલ- શું તેમાં પણ QR કોડ સ્કેન કરી પેમેન્ટ કરી શકાય છે?
જવાબ- નહીં, તેમાં સ્માર્ટ ફોનની જેમ સ્કેનનું ઓપ્શન હશે નહીં.

સવાલ- આ કઈ ભાષામાં કામ કરશે?
જવાબ- હિંદી, તેલુગુ, બંગાળી, મરાઠી વગેરે સહિત અન્ય અનેક ભારતીય ભાષામાં કામ કરશે.

સવાલ- આનાથી ફાયદો શું થશે?

જવાબ-

UPI 123PAY સેવા 40 કરોડથી વધારે ફીચર ફોનમાં મળી શકશે.
યૂઝર્સને ઇન્ટરનેટ કનેક્શન વિના ડિજિટલ પેમેન્ટ કરવામાં સુવિધા આપશે.
ફીચર ફોન ઉપયોગ કરનાર પણ UPIની મદદથી અન્ય વ્યક્તિને ડિજિટલ પેમેન્ટ કરી શકશે.
આ પહેલાં UPI પેમેન્ટ માત્ર તે લોકો જ કરી શકતા હતાં, જેમની પાસે સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ હતું.
સવાલ- આનાથી કોને લાભ મળશે?
જવાબ- ફીચર ફોન ધરાવતાં તથા ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતાં લોકો જે સ્માર્ટ ફોન અફોર્ડ કરી શકતા નથી, જેથી તેઓ UPI જેવી સુવિધાથી વંચિત રહી જાય છે.

સવાલ- UPI શું હોય છે?
જવાબ- UPI નું ફુલ ફોર્મ Unified Payment Interface થાય છે. જોકે, આજકાલ બધા જ લોકો UPI સમજે છે.

સરળ ભાષામાં તેને આ રીતે સમજીએ-
આ એક એવી રીત છે જેથી તમે કોઈપણ જગ્યાએ કોઈપણ સમયે પોતાના bank account થી રૂપિયા મોકલી શકો છો. જો તમે કોઈ ઓનલાઇન ખરીદી કરી છે તો તેનું પેમેન્ટ પણ UPI થી કરી શકો છો. તમે કોઈ દુકાનમાંથી એક સમોસું પણ ખરીદ્યું છે તો તેને પણ UPI દ્વારા રૂપિયા આપી શકો છો.

સવાલ- UPI કઈ રીતે કામ કરે છે?
જવાબ- UPI એક રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે. તે IMPS (Immediate Payment Service) તકનીક દ્વારા કામ કરે છે. IMPS ની ઉપર એક વધારે લેયર છે, જે કેશલેસ પેમેન્ટ કરવામાં મદદ કરે છે. UPIના માધ્યમથી એક ખાતામાંથી બીજા ખાતામાં અકાઉન્ટ નંબર જાણ્યા વિના તરત રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે. તેનો ઉપયોગ ગ્રાહક VPA (Virtual Payment Address) દ્વારા કરી શકે છે.

સવાલ- UPI ક્યારે શરૂ કરવામાં આવ્યું?
જવાબ- યૂપીઆઈને NPCI (National Payment Corporation of India) અને RBI (Reserve Bank Of India)એ 11 એપ્રિલ 2016માં એક પાયલટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in)

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.