નાસ્ત્રેદમસે 500 વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી, યુદ્ધ જીતવા રશિયા યુક્રેન પર ‘અણુ બોમ્બ’ ફેંકશે કે નહીં…

રશિયા અને યુક્રેન વચ્ચે સતત 10મા દિવસે યુદ્ધ ચાલુ છે અને રશિયાના હુમલા બાદ યુક્રેનની સ્થિતિ ખુબ જ ખરાબ થઇ રહી છે. વિશ્વના મહાન ભવિષ્યવેત્તા નોસ્ત્રેદમસે 500 વર્ષ પહેલા વર્ષ 2022 માટે મોટી ભવિષ્યવાણી કરી હતી. નોસ્ત્રેડમસ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી ક્યારેય ખોટી સાબિત થઈ નથી. હિટલરના શાસન, બીજા વિશ્વયુદ્ધ, 9/11નો આતંકી હુમલો અને ફ્રેન્ચ ક્રાંતિ વિશે નોસ્ત્રેદમસે કરેલી સચોટ ભવિષ્યવાણીઓ સાચી પડી છે. નોસ્ત્રેદમસનો જન્મ 14 ડિસેમ્બર 1503ના રોજ જર્મનીમાં થયો હતો અને 2 જુલાઈ 1566ના રોજ તેમનું અવસાન થયું હતું. ચાલો તમને જણાવીએ કે નોસ્ત્રેદમસે રશિયા-યુક્રેન યુદ્ધ વિશે શું ભવિષ્યવાણી કરી હતી.
આ વાત રશિયા-યુક્રેન યુદ્ધ વિશે લખવામાં આવી હતી:
નોસ્ત્રેદમસે તેમના પુસ્તકમાં રશિયા-યુક્રેન યુદ્ધની ભવિષ્યવાણી પણ કરી હતી. તેમણે લખ્યું હતું કે ‘યુરોપનો એક દેશ પોતાની શક્તિથી આખી દુનિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે અને આ માટે તે તેની સરહદને અડીને આવેલા અન્ય નાના દેશ સાથે લડશે. આ યુદ્ધમાં હજારો લોકો માર્યા જશે અને ઘણા લોકો તેમના ઘર છોડીને અન્ય દેશોમાં ભાગી જવા માટે મજબૂર થશે. નોસ્ત્રેદમસે આગળ લખ્યું છે કે ‘મોટા દેશના શાસક પોતાની હાર જોઈને પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાનું વિચારશે, પરંતુ લાખો લોકોના મોત અને ત્રીજા વિશ્વ યુદ્ધના ભયના કારણે તે જમીની સ્તરે લડાઈ ચાલુ રાખવાનો નિર્ણય કરશે. અને પછી તે તે દેશ પર વિજય મેળવશે.
કોરોના વાયરસ અંગેની આગાહી:
નોસ્ત્રેદમસે લગભગ 500 વર્ષ પહેલા વિશ્વને કોરોના વાયરસ વિશે ચેતવણી આપી હતી. નોસ્ત્રેદમસે લખ્યું છે કે ’21મી સદીમાં દુનિયા આવી ભયાનક બીમારીમાં સપડાઈ જશે. જે લાખો લોકોનો જીવ લેશે. તેમણે આગળ લખ્યું- ‘આ જીવલેણ રોગ એક વ્યક્તિથી બીજામાં ઝડપથી ફેલાશે અને આખી દુનિયા તેનાથી પ્રભાવિત થશે. વર્ષ 2024માં આ મહામારી સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જશે, ત્યાં સુધી માણસે આ ભયાનક રોગથી દૂર રહેવું પડશે.