અનૈતિક સબંધમાં મામી ગર્ભવતી બનતા ભાણેજે હત્યા કરી નાસી જતાં બિહારથી ઝડપાયો…

અનૈતિક સબંધમાં મામી ગર્ભવતી બનતા ભાણેજે હત્યા કરી નાસી જતાં બિહારથી ઝડપાયો…

સુરતમાં આઠ દિવસ પહેલાં મળી આવેલી ગર્ભવતી મહિલાની લાશમાં ઘટસ્ફોટ થયો છે. પોલીસે ગણતરીના દિવસોમાં કેસ ઉકેલી નાખ્યો છે. અનૈતિક સંબંધોને કારણે હત્યા થઈ હોવાનો ખુલાસો છે. આરોપી યુવક અને મૃતક મહિલા વચ્ચે મામી-ભાણાનો સંબંધ હતો. ભાણાએ મામીને ગર્ભવતી બનાવી દીધી હતી. આ ભાંડો ન ફૂટે એટલે હત્યા કરીને લાશ ફેંકી દીધી હતી.

શું હતો બનાવ
પ્રાપ્ત વિગત મુજબ ગત 22 માર્ચના રોજ સુરતના ઉધના રેલ્વે યાર્ડના એક ટ્રક વચ્ચે એક મહિલાની લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા મૃતક મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. મહિલાની હત્યા કરીને લાશ અહી ફેકી દેવામાં આવી હતી. પોલીસે મૃતક મહિલા કોણ છે. તેની હત્યા કોણે કરી તે દિશામાં તપાસ શરુ કરી હતી.

હત્યા બાદ બાળકીને એકલી મૂકીને ભાગી ગયો
ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે સુરત, નવસારી, વાપી વલસાડ સહિતના અલગ અલગ સ્થળોના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. આ દરમિયાન બાળકી મહિધરપુરા પોલીસ મથકની હદમાં બિન વારસી હાલતમાં મળી આવી હતી.

આરોપી બાળકીને એકલી મૂકી ફરાર થઇ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી હતી. પોલીસને બાતમીના આધારે પોલીસે એક ટીમ બિહાર મોકલી હતી અને બિહાર ખાતેથી આરોપી લાલુકુમાર અજયકુમાર બિંદને ઝડપી પાડ્યો હતો.

અનૈતિક સંબંધમાં મામી ગર્ભવતી બનતા હત્યા કરી
પોલીસે આરોપી યુવાન લાલુકુમાર બિંદને સુરત લાવી કડક પૂછપરછ કરી હતી. જેમાં તેણે અનેક ઘટસ્ફોટ કર્યા હતો. યુવકે જણાવ્યું હતું કે મૃતક મહિલા તેની મામી હતી. તેના તેની મામી સાથે તેના અનૈતિક સબંધ હતા. ભાન ભૂલીને બાંધેલા સંબંધોમાં મામી ગર્ભવતી થઈ ગઈ હતી. આથઈ યુવકને સમાજમાં તેનું નામ ખરાબ થશે એવો ડર લાગ્યો હતો. આથી તે મામીને રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો, જ્યાં તેનું કાસળ કાઢી નાખ્યું હતું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.