પાડોશી જ બન્યો હેવાન, ભાવનગરમાં માતા-પુત્રી પર પાડોશમાં રહેતા શખ્સે કર્યું ધડાધડ, ચાર રાઉન્ડ ફાયરીંગ, જુઓ કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

પાડોશી જ બન્યો હેવાન, ભાવનગરમાં માતા-પુત્રી પર પાડોશમાં રહેતા શખ્સે કર્યું ધડાધડ, ચાર રાઉન્ડ ફાયરીંગ, જુઓ કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારના સવાઈગરની શેરીમાં આજે બપોરે એક ફાયરીંગની ઘટના બની છે. જેમાં સવાઈગરની શેરીમાં સામાન્ય બાબતે માતા-પુત્રી પર તેના જ પાડોશી ઇસમે 4 રાઉન્ડ ફાયરીંગ કરતા માતા પુત્રીને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર.ટી, હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પડોશીઓ વચ્ચે અવરજવર માટે બાધારૂપ એવા બિલ્ડીંગ કન્ટ્રકશન મટીરીયલ બાબતે થયેલી બોલાચાલીમાં પાડોશી ઇસમ ફાયરીંગની ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યો હતો, જયારે પોલીસે તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, ભાવનગર શહેર અને જિલ્લો કે જ્યાં ગેરકાયદેસર રીતે વેપન ધરાવતા લોકોની સંખ્યા કેટલી હશે તે કહેવું મુશ્કેલ છે.

છતાં પોલીસ આવા ઇસમોને ઝડપી પાડવામાં ખાસ સફળ નથી થતી અને જેના કારણે અનેક ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપવામાં આવે છે. આજે આવી જ એક ઘટના ભાવનગર શહેરમાં બનવા પામી હતી. જેમાં ઘટનાને અંજામ આપવામાં વપરાયેલું હથીયાર કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે હજુ કોઈ સાચી માહિતી સામે આવી નથી.

ભાવનગર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સવાઈગરની શેરીમાં રહેતા પડોશીઓ કરીમ શેરઅલી રાશયાણી અને અનવર વાઢવાણીયાના પરિવાર વચ્ચે આજે બપોરે શેરીમાં બિલ્ડીંગ કન્ટ્રકશન માટેના જરૂરી મટીરીયલ જે શેરીમાં પડ્યું હોય અને જે આવવા-જવાના રસ્તામાં બાધારૂપ બનતું હોવાથી જેને લઇ થયેલી બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરી લેતા કરીમે પોતાની પાસે રહેલા હથિયાર વડે અનવરના પત્ની ફરીદાબેન અને તેની પુત્રી ફરિયાલબેન પર ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.

આ ફાયરીંગમાં માતા-પુત્રીને ઈજાઓ થતા તાકીદે બંનેને ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જયારે ફાયરીંગની ઘટનાને અંજામ આપી કરીમ નાસી છૂટ્યો હતો. જયારે ફાયરીંગની ઘટનાને પગલે એસપી-એએસપી-એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી હતી.

જેમાં ખાસ ફાયરીંગ બાદ ત્યાં પડેલા ખાલી કાર્ટીસની પોલીસે તપાસ કરી હતી. પોલીસે ક્યાં હથિયાર વડે અને હથિયાર પરવાના વાળું છે કે ગેરકાયદેસર તે અંગે પણ તપાસ હાથ ધરી છે. જેમાં હાલ ફાયરીંગની ઘટનાને અંજામ આપી નાસી છુટેલા કરીમની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.