પાકિસ્તાનમાં પણ થાય છે માતાજીની આરાધના, જાણો ક્યાં-કેટલા શક્તિપીઠ આવેલા છે?

પાકિસ્તાનમાં પણ થાય છે માતાજીની આરાધના, જાણો ક્યાં-કેટલા શક્તિપીઠ આવેલા છે?

હિન્દુ ધર્મમાં ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રીનું ઘણુ મહત્વ છે. ચૈત્ર મહિનાની નવરાત્રી 2 એપ્રિલ, 2022 શનિવારના રોજ શરૂ થશે જે 11 એપ્રિલ, સોમવારે સમાપ્ત થશે. આ નવ દિવસોમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજાનું ઘણુ મહત્વ છે.

માતાજીના કુલ 52 શક્તિપીઠ આવેલા છે જેમાંથી કેટલાંક શક્તિપીઠ ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા સહિત અન્ય પડોશી દેશોમાં આવેલા છે જ્યાં પૂજા-આરાધના થાય છે.

પડોશી દેશોમાં રહેતા હિન્દુ ધર્મના લોકો ત્યાં આવેલા શક્તિપીઠમાં આ નવરાત્રીમાં પૂજા-પાઠ કરવા પહોંચે છે. તમામ શક્તિપીઠોનું તેમનુ આગવુ મહત્વ છે.

– હિંગળાજ શક્તિપીઠ – પાકિસ્તાન

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં હિંગળાજ માતાનું શક્તિપીઠ આવેલુ છે, જે હિંગળાજ શક્તિપીઠના નામે ઓળખાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અહીં માતા સતીનું મસ્તક પડ્યું હતું. માતાના આ પ્રસિદ્ધ શક્તિપીઠને ‘નાની કા મંદિર’ અથવા ‘નાની કા હજ’ તરીકે ઓળખવામાં આવે છે. પાકિસ્તાનમાં આવેલા હિન્દુ લોકો આ શક્તિપીઠમાં ઘણી આસ્થા-શ્રદ્ધા ધરાવે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.