નવા મંત્રીમંડળના મંત્રી પદની શપથવિધિ થઈ પુરી,જાણો કોણ-કોણ છે નવી ટીમમાં….

નવા મંત્રીમંડળના મંત્રી પદની શપથવિધિ થઈ પુરી,જાણો કોણ-કોણ છે નવી ટીમમાં….

ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી મોટી ઉથલપાથલ થયેલી છે, રાજ્યના નવા મુખ્યમંત્રીની વરણી બાદ હવે આજે નવા મંત્રીઓના પણ શપથ પૂરા થઈ ગયા છે. રાજ્યનાં નવા કેપ્ટન ભૂપેન્દ્ર પટેલની ટીમમાં આજે નવા ખેલાડીઓ સામેલ થઈ ગયા છે. આજે સવારથી જ કેટલાય ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ગયા જેમા તેમને જણાવવામાં આવ્યું કે તમે મંત્રી બની રહ્યા છો. સવારથી જ કેટલાક નામો સામે આવી રહ્યા હતા અને ભાજપ ધારાસભ્યોને જીવ પણ અદ્ધરતાલ હતા ત્યારે આખરે સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો છે.

આ લોકો બન્યા નવા મંત્રી

ગુજરાતના કેબિનેટ મંત્રી,
રાજેન્દ્ર ત્રિવેદી રાવપુરા, રાઘવજી પટેલ જામનગર ગ્રામ્ય,જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ, ઋષિકેશ પટેલ વિસનગર, પૂર્ણેશ મોદી સુરત પશ્ચિમ, નરેશ પટેલ ગણદેવી, પ્રદિપ પરમાર અસારવા, અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદ, કિરિટસિંહ રાણાં લિંબડી, કનુ દેસાઇ પારડી.

રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો),
હર્ષ સંઘવી મજૂરા, જીતુ ચૌધરી કપરાડા, જગદીશ પંચાલ નિકોલ, મનીષા વકીલ વડોદરા શહેર, બ્રિજેશ મેરજા મોરબી,

રાજ્યકક્ષાનાં મંત્રી
કુબેર ડિંડોર સંતરામપુર, નિમિષા સુથાર મોરવાહડફ, કુબેર ડિંડોર સંતરામપુર, અરવિંદ રૈયાણી રાજકોટ દક્ષિણ, કિર્તી સિંહ વાઘેલા કાંકરેજ, વિનુ મોરડિયા કતારગામ, દેવાભાઈ મલમ કેશોદ, ગજેન્દ્ર સિંહ પરમાર પ્રાંતીજ, આર.સી મકવાણા મહુવા.

સાંજે સાડા ચાર વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે જે બાદ કયા મંત્રીને કયું ખાતું આપવામાં આવ્યું છે તેની જાહેરાત કરવામાં આવશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *